Iran ready For Talks With US If Sanctions Removed: Rouhani
  • Home
  • Featured
  • ઇરાને અમેરિકાને ચોખ્ખુંને ચટ કહી દીધું, અમને ધમકાવાનું બંધ કરો અને પ્રતિબંધ હટાવો, તો જ અમે…

ઇરાને અમેરિકાને ચોખ્ખુંને ચટ કહી દીધું, અમને ધમકાવાનું બંધ કરો અને પ્રતિબંધ હટાવો, તો જ અમે…

 | 12:16 pm IST

ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે જો અમેરિકા તમામ પ્રતિબંધ હટાવી દે છે તો અમે તેની સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ. રૂહાનીએ કહ્યું કે અમેરિકા અમને ધમકાવાનું બંધ કરે. ઇરાને હવે સંયમ છોડીને જવાબી કાર્યવાહી કરવાની નીતિ અપનાવી લીધી છે. પરમાણુ કરાર સાથે જોડાયેલા કોઇપણ પગલાંનો કડકાઇથી જવાબ આપશે. ગયા મહિને ઓમાનની ખાડીમાં બે તેલ ટેન્કરોમાં વિસ્ફોટ અને ઇરાને અમેરિકાના ગુપ્ત ડ્રોનને તોડી પાડ્યા બાદથી બંને દેશોની વચ્ચે તણાવ છે.

આની પહેલાં જર્મની, ફ્રાન્સ, અને બ્રિટને આંતરરાષ્ટ્રીય પરમાણુ કરારની અંતર્ગત સંયુકત કાર્યવાહી યોજના (જેસીપીઓએ)ના તમામ સભ્યોની બેઠક બોલાવાનું આહ્વાન કર્યું. આ દેશોના મતે અમેરિકા દ્વારા સતત ઇરાન પર પ્રતિબંધ મૂકતા અને ઇરાનના એ સમજૂતીની જોગવાઇઓને તોડવાના કારણે ખતરો વધતો જઇ રહ્યો છે.

ઇરાને આંતરરાષ્ટ્રીય પરમાણુ સમજૂતીની અંતર્ગત યુરેનિયમ સંવર્ધનની 3.67 ટકા નક્કી મર્યાદાને પાર કરી તેને 4.5 ટકા સુધી કરી લીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે 8મી મેના રોજ ઇરાન પરમાણુ સમજૂતીથી પોતાના દેશને અલગ કરી લીધો હતો. ત્યારબાદથી જ બંને દેશોના સંબંધ વણસી ગયા. આ કરારની જોગવાઇને લાગૂ કરવાને લઇ પણ સંશયની સ્થિતિ બનેલી છે.

2015મા ઇરાને અમેરિકા, ચીન, રૂસ, જર્મની, ફ્રાન્સ અને બ્રિટનની સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. સમજૂતીની અંતર્ગત ઇરાને તેના પર લાગેલા આર્થિક પ્રતિબંધોને હટાવાના બદલે પોતાના પરમાણુ કાર્યક્રમને મર્યાદિત કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી.

ગયા મહિને ઓમાનની ખાડીમાં બે તેલ ટેન્કરોમાં વિસ્ફોટ અને ઇરાને અમેરિકન ગુપ્તચર ડ્રોનને તોડી પાડતા બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ ઇરાનની મિસાઇલ કંટ્રોલ સિસ્ટમ અને જાસૂસી નેટવર્ક પર કેટલીય વખત સાયબર હુમલો કર્યો હતો. આની પહેલાં ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે ઇરાનની પાસે પરમાણુ હથિયાર હોઇ શકે નહીં! ઓબામાની ખતરનાક યોજનાની અંતર્ગત તેઓ ખૂબ જ ઓછા સમયમાં ન્યુક્લિઅરના રસ્તે આવી ગયા. હવે તપાસ વગર આ સ્વીકાર્ય થશે નહીં. અમે એ દિવસની રાહ જોઇ રહ્યા છીએ, જ્યારે ઇરાનથી પ્રતિબંધ હટી જશે અને પછી ફરીથી એક સમૃદ્ધ રાષ્ટ્ર બની જશે.

અગાઉ પણ સંયુકત રાષ્ટ્રમાં ઇરાનના રાજદૂત માજિદ તખ્ત રવાંચીએ કહ્યું હતું કે અમેરિકા જ્યાં સુધી ઇરાનને પ્રતિબંધોના દબાણની ધમકી આપતું રહેશે, ઇરાન તેની સાથે વાર્તા કરશે નહીં. અમે દબાણની આગળ ઝૂકવાના નથી. અમેરિકાએ ફરીથી ઇરાન પર દબાણ કર્યું છે. તેને અમારા પર વધુ પ્રતિબંધ લગાવ્યા છે. જ્યાં સુધી તેની આ રણનીતિ રહેશે ત્યાં સુધી ઇરાન અને અમેરિકાની વચ્ચે વાતચીત થઇ શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન