Iran says Adani Ports ban as unprofessional
  • Home
  • Business
  • અદાણી પોર્ટના નિર્ણયથી નારાજ ઇરાને કહી દીધી આ ખાસ વાત

અદાણી પોર્ટના નિર્ણયથી નારાજ ઇરાને કહી દીધી આ ખાસ વાત

 | 1:55 pm IST
  • Share

  • મુન્દ્રા પોર્ટ પરથી અફઘાનિસ્તાનના રસ્તે ઇરાનથી કરોડોનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું

  • ઇરાને અદાણી પોર્ટસ દ્વારા ઇરાની કંટેનર્સના આયાત-નિકાસ પર પ્રતિબંધ લગાવાના નિર્ણયની આલોચના કરી

કચ્છમાં મુન્દ્રા પોર્ટ પરથી થોડાંક દિવસ પહેલાં જ મોટા જથ્થામાં હેરોઇન ડ્રગ્સ જપ્ત થયું હતું જે અફઘાનિસ્તાનના રસ્તે ઇરાનથી આવ્યું હતું અને આ ડ્રગ્સની કિંમત હજારો કરોડમાં કહેવાઇ હતી. આ પોર્ટનું ઓપરેશનલ કરનાર બિઝનેસમેન ગૌતમ અદાણીની કંપની છે. ત્યારબાદથી તેની ખૂબ ચર્ચા થઇ હતી ત્યારબાદ 11 ઑક્ટોબરના રોજ અદાણી પોર્ટસે જાહેરાત કરી હતી કે 15 નવેમ્બરથી તેમના ટર્મિનલ ઇરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કાર્ગોને સંભાળશે નહીં અને આ અદાણી પોર્ટસ દ્વારા સંચાલિત તમામ પોર્ટસ માટે હશે. હવે આ કેસમાં ઇરાનનું નિવેદન સામે આવ્યું છે.

ઇરાને અદાણી પોર્ટસના નિર્ણયની આલોચના કરી

ઇરાને અદાણી પોર્ટસ દ્વારા ઇરાની કંટેનર્સના આયાત-નિકાસ પર પ્રતિબંધ લગાવાના નિર્ણયની આલોચના કરી છે. ઇરાને તેને નોન-પ્રોફેશનલ અને અસંતુલિત પગલું ગણાવ્યું છે. ઇરાની દૂતાવાસની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે ભારત-ઇરાનની પોલીસ અને નાર્કોટિક ડ્રગ કંટ્રોલ પ્રશાસને આ કેસમાં ચર્ચા કરી છે. ડ્રગ્સની તસ્કરીમાં વધારાના લીધે જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેના પર પણ બંને દેશોએ ચિંતા વ્યકત કરી છે.

ઇરાને કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદથી જ પાડોશી હોવાના લીધે ઇરાનને પણ કેટલીક હદ સુધી અસર થઇ છે. ઇરાને અફઘાનિસ્તાનમાં ડ્રગ્સનું ઉત્પાદન અને તસ્કરીને લઇ ત્રણ મુખ્ય કારણ પણ ગણાવ્યા છે. તેમાં અફઘાનિસ્તાન પર વિદેશી તાકાતોનો કબ્જો, જૂથવાદ અને ગરીબી જેવા કારણ સામેલ છે.

ડ્રગ્સને લઇ અદાણી ગ્રૂપે કરી હતી સ્પષ્ટતા

ઉલ્લેખનીય છે કે મોટા જથ્થામાં ઝડપાયેલ હેરોઇન ડ્રગ્સ બાદ એનઆઇએ એકશનમાં આવી ગયું હતું અને દેશભરમાંથી અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના નાગરિકો સહિત અડધા ડઝનથીવધુ લોકોની ધરપકડ કરાઇ હતી.સ આ કેસમાં અદાણી ગ્રૂપે કહ્યું હતું કે અમે ગેરકાયદે ડ્રગ્સને જપ્ત કરવા અને આરોપીઓને પકડવા માટે DRIની ટીમનો આભાર માનીએ છીએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો