દુનિયાની એસીતેસી કરી ઈરાને ભર્યું ઘાતક પગલું, અમેરિકા સહિતના શ્વાસ અદ્ધર - Sandesh
  • Home
  • Featured
  • દુનિયાની એસીતેસી કરી ઈરાને ભર્યું ઘાતક પગલું, અમેરિકા સહિતના શ્વાસ અદ્ધર

દુનિયાની એસીતેસી કરી ઈરાને ભર્યું ઘાતક પગલું, અમેરિકા સહિતના શ્વાસ અદ્ધર

 | 7:27 pm IST

ઈરાન અને અમેરિકાની દુશ્મની દુનિયા પર જોખમ ઉભુ કરવા તરફ આગળ ધપી રહી છે. હવે ઈરાને અમેરિકા સાથે થયેલી 2015ની સંધી ફગાવી દીધી છે અને યૂરેનિયમનો પૂરવઠો અમર્યાદિત્ત રીતે વધારી રહ્યું છે. ઈરાને યૂરેનિયમ રાખવાની મર્યાદા ઓળંગીને 4.5 ટકા પર પહોંચી ગયું છે. 

2015માં સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં સ્થાયી સભ્ય એવા પી-5 દેશ, જર્મની અને યૂરોપિયન યૂનિયન સાથે ઈરાનની એક સમજુતી થઈ હતી. જેને અંતર્ગત યૂરેનિયમ સંવર્ધનની મર્યાદા 3.67 નક્કી કરવામાં આવી હતી. આ મર્યાદા 90 ટકાના એ સ્તરથી ખુબ જ નીચે હતી જે પરમાણું હથિયાર બનાવવા માટે જરૂરી હોય. જેને ઈરાને તોડી નાખી છે. ઈરાને આ મર્યાદા પણ એવા સમયે તોડી છે કે જ્યારે દુનિયાના શક્તિશાળી દેશોને આ સમજુતી ટકાવી રાખવા માટે 60 દિવસનો સમય આપ્યો હ્તો.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્બાસ મૂસાવીએ સોમવારે પત્રકારો સાથેની બેઠકમાં કહ્યું હતું કે, સપ્ટેમ્બર બાદ આ સમજુતી ટકાવી રાખવા માટે ઈરાન કોઈ જ અંતિમ સમયમર્યાદા રજુ નહીં કરે. ઈરાનના અધિકારીઓએ પણ બે દિવસ પહેલા કહ્યું હતું કે, સમયમર્યાદા પુરી થતા જ દેશ સમજુતીનું પાલન કરવાના સંબંધમાં ઉઠાવવામાં આવનારા પહલા ભરવાનું બંધ કરી દેશે.

ટ્રમ્પે કર્યા સાવધાન

બીજી બાજુ યૂરેનિયમ સંવર્ધનને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે.  તેમણે ન્યૂજર્સીના મોરિસટાઉનમાં જણાવ્યું હતું કે, ઈરાન સાવધાન રહે તે જ વધારે યોગ્ય ગણાશે, તમે એક કારણના કારણે યૂરેનિયમ સંવર્ધન વધારી રહ્યા છો અને હું નહીં જણાવું કે તે શું છે. પરંતુ આ યોગ્ય નથી. મટે વધારે સારૂ રહેશે કે તેઓ સાવધાન રહે.

ઉલ્લેખનીય છે કે એક શક્તિશાળી પરમાણું બોમ્બ બનાવવા માટે 6 કિલો સંબર્ધિત યૂરેનિયમની જરૂર પડે. જ્યારે ઈરાને 300 કિલોથી પણ વધારે યૂરેનિયમનો સંગ્રહ કરી રાખ્યો છે અને તે હજી તેમાં કુદકે ને ભૂસકે વધારો કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન