Couple arrested after marriage proposal in mall in Iran
  • Home
  • Featured
  • Video: ફિલ્મી ઢબે યુવકે પ્રેમનો કર્યો ઈઝહાર, યુવતી માની ગઈ પછી થયુ એવું કે….

Video: ફિલ્મી ઢબે યુવકે પ્રેમનો કર્યો ઈઝહાર, યુવતી માની ગઈ પછી થયુ એવું કે….

 | 4:03 pm IST

એક ખુબસુરત છોકરીને જોઈને છોકરો પ્રેમમાં પડે તે ખુબજ સામાન્ય વાત છે. આપણે ફિલ્મોમાં પણ આવી વાર્તાઓ જોઈ છે. ઈરાનમા એક યુવાને એક યુવતીને જાહેરમાં હાથમાં હાર્ટશેપની રિંગ લઈને પ્રપોઝ કર્યુ હતુ. તેની સ્ટાઈલ એટલી જોરદાર હતી કે યુવતીએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.

એક રાજા હતો એક રાણી હતી ખાધુ પીધુને રાજ કર્યુ વાત આમ પતી જતી નથી. જોતજોતામાં આ વીડિયો વાયરલ થયો સ્થળ પર પોલીસ આવી અને બંનેની ધરકપડ કરવામાં આવી.

એક યંગ ઈરાનીયન કપલને જાહેરમાં પબ્લીક સ્થળ પર પ્રપોઝ કરવાના કારણે પોલીસે ધરપકડ કરી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. વાત જાણે એમ છે કે ઇરાનમાં એક છોકરાંએ જાહેરમાં બધાની વચ્ચે છોકરીને પ્રપોઝ કરી હતી. છોકરીએ આ પ્રપોઝનો સ્વીકાર કર્યો હતો. પોલીસને આ વાત હજમ ન થઈ. પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે. જો કે આ કપલ કોણ હતુ તેની ઓળખ થઈ નથી. પોલીસે આ વીડિયોને કારણે જ આ કપલને પકડ્યા હતા.

ઇરાનમાં ઇસ્લામિક સોસોયટી છે. ત્યાં આ રીતે પ્રેમને જગજાહેર સ્વીકારવામાં આવે તેને ઇસ્લામની વિરોધનું માનવામાં આવે છે. જો કે થોડા સમય બાદ આ કપલને મુક્ત કરી દેવામાં આવ્યુ હતુ. જોકે હાલ ઈરાનના ચુસ્ત રૂઢિચુસ્ત લોકો આનો વિરોધ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન