IRCTC launches India's first indigenous cruise liner
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતમાં લોન્ચ થયું પ્રથમ સ્વદેશી ક્રૂઝ, આ આલિશાન Cruiseના ફોટો જોઈને તમને પણ એકવખત મુસાફરી કરવાનું મન થઈ જશે

ભારતમાં લોન્ચ થયું પ્રથમ સ્વદેશી ક્રૂઝ, આ આલિશાન Cruiseના ફોટો જોઈને તમને પણ એકવખત મુસાફરી કરવાનું મન થઈ જશે

 | 4:20 pm IST
  • Share

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) આજે એટલે કે 18 સપ્ટેમ્બરે ભારતનું પ્રથમ સ્વદેશી ક્રૂઝ લાઇનર લોન્ચ કરી રહ્યું છે. આ માટે IRCTC એ Cordelia Cruises સાથે કરાર કર્યો છે. કોર્ડેલિયા ક્રૂઝનું સંચાલન વોટરવેઝ લેઝર ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. આ કરાર હેઠળ કોર્ડેલિયા ક્રૂઝ ભારતમાં પ્રથમ સ્વદેશી વૈભવી ક્રૂઝ લાઇનને પ્રોત્સાહન અને માર્કેટિંગ કરશે. IRCTCની આ ક્રૂઝ પ્રવાસનને વેગ આપશે અને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકાશે. જેમાં ગોવા, દીવ, કોચી, લક્ષદ્વીપ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ક્રુઝનો આનંદ માણવા માટે IRCTC ની વેબસાઈટ irctctourism.com પર જઈને બુકિંગ કરાવવું પડશે.

આ રીતે કરો બુક

પહેલા તમે www.irctctourism.comની મુલાકાત લો.

ત્યારબાદ હોમ પેજ પર ‘ક્રૂઝ’ પર ક્લિક કરો.

સ્થાન, તારીખ અને પ્રસ્થાન અવધિ પસંદ કરો.

સર્ચ પર ક્લિક કરીને, તમને ભાડું અને મુસાફરી સંબંધિત માહિતી મળશે.

શેડ્યૂલ જોવા માટે Itinerary Details પર ક્લિક કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો