1 એપ્રિલથી કાર અને ટુ-વિહલરનું થર્ડ પાર્ટી પ્રીમિયમ ઘટશે, જાણો તમારું પ્રીમિયમ - Sandesh
  • Home
  • Business
  • 1 એપ્રિલથી કાર અને ટુ-વિહલરનું થર્ડ પાર્ટી પ્રીમિયમ ઘટશે, જાણો તમારું પ્રીમિયમ

1 એપ્રિલથી કાર અને ટુ-વિહલરનું થર્ડ પાર્ટી પ્રીમિયમ ઘટશે, જાણો તમારું પ્રીમિયમ

 | 3:01 pm IST

વીમા નિયામક ઈરડા દ્વારા નાની કારો અને કેટલાંક ટુ વિહલર વાહનોના વીમાનું પ્રીમિયમ ઓછો કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બીજી તરફ ગુડ્સ(ભાર વાહક) વાહનોમાં પ્રીમિયમનો વધારો કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. નવા દર અનુસાર, 1000 CCથી ઓછી ક્ષમતા ધરાવતી કારોમાં થર્ડ પાર્ટી ઇન્સયોરન્સનું પ્રીમિયમમાં 10 ટકાના ઘટાડો કરવામાં આવ્યા છે. જયારે 75 CC થી ઓછા એન્જીનની ક્ષમતા વાળી બાઈકોનું પ્રીમિયમ 25 ટકા સુધી સસ્તું કરવામાં આવ્યું છે.

આ પ્રમાણે જો જોવામાં આવે તો 1000 CCથી ઓછી ક્ષમતા ધરાવતી કારોમાં થર્ડ પાર્ટી ઇન્સયોરન્સનું પ્રીમિયમ તમારે રૂ. 1850 આપવાનું રહેશે. ત્યારે 1000 CC થી 1500 ccની કારોમાં રૂ. 2863 પ્રીમિયમ ચુકવવાનું રહેશે. બીજી તરફ ખેતી માટે ઉપયોગમાં લેવાતાં ટ્રેકટરના પ્રીમિયમમાં પણ વધારો થઈ શકે છે. જેના અંગે હજી સુધી કોઈ પણ ખુલાસો કરવામાં આવ્યો નથી.

મોટર વાહન કાયદા હેઠળ થર્ડ પાર્ટી વીમાની જોગવાઈ અગાઉથી જ કરવામાં આવેલ છે. જેમાં મોટર વાહનની કોઈ પણ દુર્ઘટના થાય છે તો ત્યારે વીમો કઢાવનાર અને વીમા કંપની ઉપરાંત ત્રીજી વ્યક્તિને પણ નુકસાન થાય છે. આ વ્યવસ્થા થર્ડ પાર્ટીને યોગ્ય બદલો આપવા માટે બનાવવામાં આવી છે. આ મુદ્દે સરકારે કોઇ પણ સ્થિતિમાં થર્ડ પાર્ટી વીમો લેવાનું ફરજિયાત કર્યું છે. જેમાં દુર્ઘટના સમયે સામે પક્ષને પણ વળતર આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી તમામને લાભ મળી શકે. ભારતમાં જ્યારે નવી ગાડીની ખરીદી કરવામાં આવે ત્યારે જ વાહન ડીલર વીમા કવરમાં તેની ગણતરી કરી લેતાં હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન