હાર્દિક પંડ્યા વિશે ઈરફાન પઠાણે કોહલીને આપી આવી સલાહ - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યા વિશે ઈરફાન પઠાણે કોહલીને આપી આવી સલાહ

હાર્દિક પંડ્યા વિશે ઈરફાન પઠાણે કોહલીને આપી આવી સલાહ

 | 3:40 pm IST

‘સ્વિંગના સુલતાન’ નામથી મશહૂર રહેલ પૂર્વ ભારતીય ટેસ્ટ બોલર ઈરફાન પઠાણનું માનવું છે કે, ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને આંતરાષ્ટ્રીય સ્તરે થોડો વધારે સમય આપવાની જરૂરત છે. પઠાણે કહ્યું કે, હાર્દિક પર હાલમાં કોઈ જ પ્રકારનો દબાવ બનાવવું જોઈએ. ‘ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સ’ અને મોબાઈલ કંપની ઓપ્પો વચ્ચે થયેલા કરાર સમારંભમાં આવેલા પઠાણે કહ્યું, “હાર્દિક ભારતીય ટીમમાં એક બેટિંગ ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી રહ્યાં છે અને હું પણ તેમને એક બેટિંગ ઓલરાઉન્ડરના રૂપમાં જોવું છું. આંતરાષ્ટ્રીય સ્તરે તેમને થોડો વધારે સમય આપવાની જરૂરત છે. આપણે પંડ્યાને ખુલીને રમવા દેવો જોઈએ.” પઠાણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતીય ટીમના વર્તમાન પ્રદર્શન પર કહ્યું, “હું સમજું છું ત્યાં સુધી ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પર ભારે પડી છે અને સીરીઝમાં ભારતીય ટીમે મહેમાન ટીમની બરાબરની ધોલાઈ કરી છે.”

પઠાણે કહ્યું કે, “મારા મંતવ્ય પ્રમાણે પહેલાની ઓસ્ટ્રેલિયન ટીમ અને હાલની ટીમમાં ઘણો જ અંતર છે, પરંતુ આપણે ભારતીય ટીમને જીતનો શ્રેય આપવો જોઈએ.” પોતાના ઘરમાં રમતા સીરીઝ જીતવી સરળ નથી કેમ કે, મને હાલ પણ યાદ છે કે, 2008માં સીબી સીરીઝમાં આપણે ઓસ્ટ્રેલિયાની તેના ઘરમાં જઈને માત આપી હતી. પિચ અને પરિસ્થિતિ હંમેશા ક્રિકેટમાં મહત્વપૂર્ણ રહે છે પરંતુ આપણે ટીમ ઈન્ડિયાને જીતની શુભેચ્છા આપવી જોઈએ.”

ઈરફાન પઠાણ ઘરેલૂ ક્રિકેટમાં વડોદરા માટે રમે છે. ભારતીય ટીમમાં વાપસીની રાહ જોઈ રહેલ પઠાણ, રણજી ટ્રોફીના સત્રમાં વડોદરાની કેપ્ટનસી કરી રહ્યો છે. જોકે, ઈરફાને કહ્યું કે, તેઓ હાલમાં પોતાનું બધુ જ ધ્યાન રણજી ટ્રોફીના સત્રમાં આપી રહ્યાં છે, તેમના અનુસાર જ્યારે તમે એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરો તો આગળના રસ્તા તેની જાતે જ ખુલી જાય છે.

પઠાણે વડોદરાની રણજી ટીમ વિશે કહ્યું, “પાછલી મેચની બંને ઈનિંગમાં યૂસુફ પઠાણે શતક ફટકારી અને મારૂ પ્રદર્શન પણ સારૂ રહ્યું જે ટીમ માટે સારી વાત છે. અમે મધ્યપ્રદેશ સામેની મેચ હારી ગયા પરંતુ અમે તેમને જે ટક્કર આપી તેનાથી બધા જ છોકરાના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. વધી ગયું છે.”