Irfan Pathan want help corona patient, meet with vadodara DM
  • Home
  • Corona live
  • કોરોનાને હરાવવા ગુજરાતીઓની વ્હારે આવ્યો જાણીતો ક્રિકેટર, CM રૂપાણી અને પોલીસને આ રીતે કરશે મદદ

કોરોનાને હરાવવા ગુજરાતીઓની વ્હારે આવ્યો જાણીતો ક્રિકેટર, CM રૂપાણી અને પોલીસને આ રીતે કરશે મદદ

 | 10:46 am IST

ભારતમાં મહામારી કોરોના વાયરસનો ચેપ દિવસે-દિવસે વધી રહ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ બાદ ગુજરાત રાજ્ય કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અહિં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 13,200ને પાર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 800ને પાર છે. એવી ગંભીર પરિસ્થિતિઓમાં ગુજરાત રાજ્યના લોકોને કોરોનાથી બચાવવા માટે ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ ગુજરાતી ખેલાડી ઇરફાન પઠાણ આગળ આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ઇરફાન પઠાણે વડોદરાના ડિએમ સાથે મુલાકાત કરી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગ કરવાની વાત કહી છે. ડીએમ સાથેની મુલાકાતમાં પોલીસ અધિકારો પણ સામેલ હતા. પઠાણે આ બેઠકમાં સૂચન આપ્યું કે પ્રદેશમાં આ વાયરસ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂર છે.

આ સાથે ખેલાડીએ જણાવ્યું કે આ વાયરસથી લડવા માટે કેવી રીતે લોકો પોતાની ઇમ્યુનિટી(રોગપ્રતિકારક ક્ષમતા) વધારી શકે છે. રિપોર્ટ પ્રમાણે ઇરફાન પઠાણે મુખ્યમંત્રીને અપીલ કરી કે તેઓ વાયરસ સામે લડી રહેલા ફ્રંટ લાઇન વોરિયર્સનો ઉત્સાહ વધારે અને તેમને પ્રેરિત કરવાની કોશિશ કરે જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે છે. આપને જણાવી દઈએ કે આ પહેલા ઇરફાન પઠાણ અને ભાઈ યુસુફ પઠાણે કોરોનાથી લડવા માટે માસ્કનું વિતરણ કર્યુ હતું. ઉપરાંત ફૂડ પેકેટ માટે પણ મદદ કરી હતી.

આ વીડિયો પણ જુઓ: પોરબંદરના સાંસદ રમેશ ધડૂકે કેન્દ્રીય કૃષિમંત્રીને પત્ર લખ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન