ઇરોમ શર્મિલાને રાજકારણમાં જોડાવા સામે કટ્ટરપંથીઓએ ચેતવણી આપી - Sandesh
  • Home
  • World
  • ઇરોમ શર્મિલાને રાજકારણમાં જોડાવા સામે કટ્ટરપંથીઓએ ચેતવણી આપી

ઇરોમ શર્મિલાને રાજકારણમાં જોડાવા સામે કટ્ટરપંથીઓએ ચેતવણી આપી

 | 3:11 am IST

ઇમ્ફાલ :

મણિપુરમાં સૈન્ય અત્યારચારના વિરોધમાં છેલ્લા ૧૬ વર્ષથી ઉપવાસ બેઠેલા ઇરોમ શર્મિલાએ ઉપવાસનો અંત લાવીને રાજકારણમાં જોડાવા ઇચ્છા વ્યક્ત કરતાં એક કટ્ટરપંથી સામાજિક સંગઠને તેમને રાજકારણમાં જોડાવા અને સમુદાય બહારની વ્યક્તિ સાથે લગ્નથી જોડાવા સામે ચેતવણી આપી છે.ભાગલાવાદી સંગઠન ‘એલાયન્સ ફોર સોશિયલ યુનિટી'(અસુક)એ શર્મિલાને એ વાતની યાદ અપાવી છે કે હેતુમાંથી ડગી જતાં કે લોકપ્રતિનિધિ રૂપે ચૂંટાઇ આવવાની લાલસા જાગતાં ભૂતકાળમાં પૂર્વ ક્રાંતિકારીઓની હત્યા થઇ ચૂકી છે.

આ સંગઠન દિલ્હીની સત્તાથી મુક્ત સાર્વભોમ મણિપુરનું સપનું જોઇ રહ્યું છે.અન્ય ભાગલાવાદી સંગઠનો પણ શર્મિલાને ઉપવાસ ચાલુ રાખવા દબાણ કરી રહ્યા છે. ૪૪ વર્ષની શર્મિલાએ ૨૬ જુલાઇના રોજ પોતે ૯ ઓગસ્ટના રોજ પોતાના ઉપવાસ તોડશે એ મુજબની જાહેરાત કરીને બધાને આૃર્યમાં મૂકી દીધા હતા.આર્મ્ડ ફોર્સ એક્ટ સામે વિરોધ નોંધાવતાં તેઓ લાંબા સમયથી ઉપવાસ પર ઉતરેલા હતા.શર્મિલાએ મીડિયાને એમ પણ જણાવ્યું હતું કે તે લગ્ન કરવાની છે. પરંતુ કેટલાક કટ્ટરપંથી સંગઠનો અને શર્મિલાના કુટુંબને પણ શર્મિલાનો આ નિર્ણય પસંદ નહોતો પડયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન