NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • લોખંડના સ્ટ્રક્ચર પર એક્સાઈઝ ડયૂટી અને સર્વિસ ટેક્સની સમસ્યા

લોખંડના સ્ટ્રક્ચર પર એક્સાઈઝ ડયૂટી અને સર્વિસ ટેક્સની સમસ્યા

 | 5:59 am IST

કોઈ પણ કારખાનામાં લોખંડના સ્ટ્રક્ચર બને એ સ્વાભાવિક છે, કારખાનાનો શેડ, કારખાનામાં ઊભા થતાં પ્લાન્ટ, મશીનરી વગેરે માટે લોખંડના ગર્ડર, છાપરાં, ફ્રેમ વગેરે બનાવવામાં આવે છે. કારખાના ઉપરાંત બીજા સ્થાયી પ્રકારના સ્ટ્રક્ચર જેવાં કે પાણીના ડેમ, બંધ વગેરે માટે પણ લોખંડના સ્ટ્રક્ચર જેવા કે બંધના મોટા દરવાજા, દરવાજાની ફ્રેમ વગેરે પણ લોખંડના સળિયા, પ્લેટ, થાંભલા, ચેનલ વગેરેમાંથી બનાવાય છે. આ પ્રકારના સ્ટ્રક્ચર બનાવવાની પ્રક્રિયા શું ‘મેન્યુફેક્ચર’ ગણાય, અને આવા સ્ટ્રક્ચર ઊભાં કરવાની પ્રક્રિયા પર ‘ઈરેક્શન, કમિશનિંગ અને ઈન્સ્ટોલેશન’ની સેવા ગણી સર્વિસ ટેક્સ લાગે આવા પ્રશ્નો હમણાં ઊભાં થયાં છે. તો પહેલાં એક્સાઈઝની ડયૂટી બાબતે કાયદાની પરિસ્થિતિ જોઈએ.

લોખંડના સળિયા, ચેનલ, એંગલ, થાંભલા, પ્લેટ વગેેરે માલનો સેન્ટ્રલ એક્સાઈઝ ટેરિફનાં પ્રકરણ નં. ૭૨માં સમાવેશ થયેલો છે. આ પ્રકારનો માલ બનાવવાની પ્રક્રિયાને ચોક્કસ પણે ઉત્પાદન કહેવાય અને તેથી આ બધી જ જણસો ઉપર એક્સાઈઝ ડયૂટી લાગુ પડે છે જ્યારે આવાં માલમાંથી શેડ, છાપરું, પ્લાન્ટ માટેનું સ્ટ્રક્ચર વગેરે બનાવવાનું હોય ત્યારે સામાન્ય રીતે આવા થાંભલા, સળિયા, પ્લેટ વગેરે પર કાપવાની, જોડવાની (વેલ્ડિંગ વગેરેથી), કાણાં પાડવાની, નટ-બોલ્ટ લગાવવાની વગેરે પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવે છે. દરેક સ્ટ્રક્ચરનાં માપ અને ડિઝાઈન અનુસાર આવી કાપકૂપ અને જોડવાની વિધિ કરી અંતે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે, અને આવું સ્ટ્રક્ચર સામાન્ય રીતે સ્થાયી અથવા કાયમી રીતે જમીન સાથે જડાયેલું હોય છે. આવાં સ્ટ્રક્ચર ઊભા કરવા માટે કાપકૂપ અને તોડજોડ કરીને બનાવાતી ફ્રેમ વગેરે પર એક્સાઈઝ ડયૂટી ન લાગે અને આ બધી પ્રક્રિયા દ્વારા કોઈ ‘ઉત્પાદન’ થતું નથી એવી કાયદાકીય પરિસ્થિતિ હમણાં સુધી જ પ્રવર્તમાન હતી. આ બધી જ પ્રક્રિયાનો આશય કાયમી રીતે સ્થાયી મિલકત ઊભી કરવાનોે હોેવાથી આ પ્રક્રિયાઓ પર એક્સાઈઝ ડયૂટી લાગતી ન હતી. પણ હવે આ પરિસ્થિતિ ધરમૂળથી બદલાઈ ગઈ છે.

મહેન્દ્ર એન્ડ મહેન્દ્રનો ચુકાદો

મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર લિ.ના કેસમાં એપેલેટ ટ્રિબ્યૂનલ, ન્યૂ દિલ્હીની લાર્જર બેન્ચે તા. ૧૮-૧૧-૨૦૦૫નાં રોજ આપેલ ચુકાદામાં અગાઉના બધા જ ચુકાદાઓ કરતાં જુદો જ સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ એક્સાઈઝની ટેરિફનાં હેડિંગ નં. ૭૩.૦૮ના સંદર્ભમાં આ ચુકાદામાં ઠરાવવામાં આવ્યું છે કે કાયમી સ્થાયી સ્ટ્રક્ચર બનાવવા માટે તૈયાર કરાતાં સળિયા, થાંભલા, ફ્રેમો, છાપરાં વગેરે તમામ ચીજ-વસ્તુઓ પર એક્સાઈઝ ડયૂટી લાગશે અને આ માટે કરવામાં આવતી બધી જ પ્રક્રિયાઓ ‘ઉત્પાદન’ ગણાશે.

અગાઉનાં ચુકાદાઓ કરતાં જુદો સિદ્ધાંત

અગાઉ પણ આવા ઘણા કેસમાં ચુકાદાઓ અપાયેલાં અને તેમાં એવું નક્કી કરવામાં આવેલુ કે ડયૂટી ભરાયેલા સળિયા પર કાપકૂપ કરી નાનો સળિયો બનાવવાથી કે બે સળિયા જોડીને લાંબો સળિયો બનાવવાથી કાંઈ નવી ‘વસ્તુ’ અસ્તિત્વમાં આવતી નથી અને સળિયામાંથી સળિયાનું ‘ઉત્પાદન’ કર્યું ન કહેવાય. આ જ સિદ્ધાંત બધા જ પ્રકારના લોખંડની ચીજવસ્તુઓ માટે અગાઉ સ્થાપિત થયેલો અને તેનો પાયો એ પણ હતો કે આ પ્રકારે તૈયાર કરેલા સ્ટ્રક્ચરની બજારમાં લે-વેચ પણ સંભવ નહોતી, કારણ કે એક ચોક્કસ પ્રકારનાં સ્ટ્રક્ચર માટે તૈયાર કરેલાં થાંભલા, ફ્રેમ વગેરે બીજે વપરાશમાં આવી ન શકે. આ સિદ્ધાંત હવે ઉપરના ચુકાદામાં, જે ૨૦૦૫ (૧૯૦) ઈ.એલ.ટી. ૩૦૧માં રજૂ થયેલ છે, તે ફેરવી નાખવામાં આવ્યો છે.

મહેન્દ્રના આ ચુકાદામાં ટ્રિબ્યૂનલની લાર્જર બેન્ચે ઠરાવ્યું છે કે કાયમી સ્થાયી (immovable) મિલકતના ભાગ પર એક્સાઈઝ ભરવાની રહેશે, આવાં ભાગ તૈયાર કરવામાં વપરાતા સળિયા,એંગલ ટયૂબ વગેરે પર ડયૂટી ભરાઈ હોય તો પણ ફરી ડયૂટી ભરવાની રહેશે, આવાં ભાગ તૈયાર કરવા માટેની કાપવાની, જોડવાની, કાણાં પાડવાની વગેરે પ્રવૃત્તિઓ ‘ઉત્પાદન’ ગણાશે, આવું ફેબ્રિકેશન કારખાનામાં નહીં પણ ગ્રાહકની સાઈટ પર કર્યું હોય તો પણ તેનાં પર ડયૂટી લાગશે, ટર્ન કી કરારોમાં કરેલી આવી પ્રવૃત્તિ પણ એક્સાઈઝેબલ ગણાશે, આવા સ્ટ્રક્ચરનંુ બજારમાં લે-વેચ થઈ શકે એમ ન હોય તો પણ તે વેચાણપાત્ર, એટલે કે સેલેબલ કે માર્કેટેબલ, ગણાશે કારણ કે ખરેખર વેચાણ કે ખરીદી થવી એ જરૂરી નથી અને અગાઉનાં બધાં જ ચુકાદાઓ જેમાં આવી પ્રવૃત્તિ પર ડયૂટી નહીં લાગે તેવું ઠરાવવામાં આવેલું એ ચુકાદાઓ લાગુ નહીં પડે.

આમ ટ્રિબ્યૂનલના આ ચુકાદામાં સ્ટ્રક્ચર અને તેનાં ભાગ પર એક્સાઈઝ ડયૂટી લાગશે એમ ઠરાવી આ બાબતનો સમગ્ર સિદ્ધાંત બદલી નાખ્યો છે. આવા સ્ટ્રક્ચર ઊભા કરવાની પ્રવૃત્તિમાં લાગતાં સર્વિસ ટેક્સની જોગવાઈઓ આવતાં અંકે જોઈશું.