There are many reasons for irregular periods
  • Home
  • Featured
  • અનિયમિત પીરિયડ્સ આવવા પાછળ હોઈ શકે છે ગંભીર કારણ

અનિયમિત પીરિયડ્સ આવવા પાછળ હોઈ શકે છે ગંભીર કારણ

 | 12:14 pm IST

મહિલાઓને સતાવતી ખુબજ સામાન્ય બીમારી અનિયમિત પીરિયડ્સ હોય છે. એક સર્વે અનુસાર 100માંથી 65 ટકા મહિલાઓને આ સમસ્યા સતાવતી હોય છે. અનિયમિત પીરિયડનો અર્થ છે કે પીરિયડના સમયમાં ફેરફાર આવવા. જ્યારે પીરિયડ્સ મહિનામાં એકથી વધારે વાર આવવા લાગે કે પછી 2-3 મહિનામાં એકવાર હોય તો તે અનિયમિત પીરિયડ્સનો સંકેત છે.

આવા સંકેતોમાં પીરિયડ મોડાથી આવવા, અચાનક પીરિયડ્સ જલદી આવવા, પીરિયડ્સ આવતાં પહેલાં સ્પોટ લાગવા, પીરિયડસ આવવા બંધ થઈ જાય કે 1-2 મહિના પછી પીરિયડસમાં થવું, મહિનામાં ઘણીવાર વચ્ચે વચ્ચે સ્પોટ લાગવા, બહુ વધારે કે ઓછું બ્લીડિંગ થવું.વગેરે જોવા મળે છે.

અનિયમિત પીરિયડ્સના અનેક કારણો હોય છે, નિયમિત સમય પર પીરિયડસ ન આવવાનું એક કારણ હોર્મોનમાં આવતો ફેરફાર પણ હોઈ શકે છે. જો તમારા લગ્નથી પહેલા કે પછી પીરિયડસ સમય પર ન આવવાથી તમે જ્યારે બાળક ઈચ્છતાં હોવ ત્યારે પ્રોબ્લેમ થઈ શકે છે.

આ ઉપરાંત અનિયમિત પીરિયડ્સના કારણે મહિલાઓમાં થાઇરોઇડનો ભય વધી જાય છે. તેથી થાઇરોઇડ ગ્લેંડનું સંતુલન બગડી જાય છે. તેથી તમે ગાયનેકોલોજિસ્ટ પાસે જઈને ચેકઅપ કરાવો.

આ સાથે સાથે માનસીક સ્થિતિમાં પણ ફેરફાર આવે છે આ સમયે મહિલાઓએ ચેક કરાવવું જોઈએ કે કોઈ ગંભીર કારણ તો નથી ને કેમ કે સામાન્યરીતે આવું થાય ત્યારે આપણને લાગે છે કે આ ખુબજ સામાન્ય વાત છે કે પીરિયડ રેગ્યુલર આવતા નથી પણ ઘણીવાર શરીરમાં કોઈ ગંભીર બીમારી હોય તો પણ આવુ થાય છે. આથી જો તમને પણ આવી કોઈ સમસ્યા હોય તો શરમ છોડીને ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવી યોગ્ય સારવાર લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન