expecting her second child is aishwarya rai bachchan
  • Home
  • Entertainment
  • Bollywood
  • બચ્ચન પરિવાર માટે ખુશખબર, શું ઐશ્વર્યા રાય…..!!!

બચ્ચન પરિવાર માટે ખુશખબર, શું ઐશ્વર્યા રાય…..!!!

 | 11:59 am IST

બચ્ચન ફેમિલી એક એવો પરિવાર જેના પ્રશંસકો દેશ વિદેશમાં રહેલા છે. બચ્ચન ફેમિલી શું કરે છે ક્યાં જાય છે તે તમામ સમાચારો સતત મીડિયામાં છવાયેલા રહે છે. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, અભિષેક બચ્ચન કે પછી ઐશ્વર્યાને લઈને સતત સમાચારો આવતા રહે છે. ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા સાથે પોતાના ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

View this post on Instagram

✨💖✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

છેલ્લાં કેટલાક સમયથી એ સમાચારે વેગ પકડ્યો છે ઐશ્વર્યા તેનો પરિવાર વધારવા જઇ રહી છે અને સેકન્ડ ચાઇલ્ડનું પ્લાનીંગ કરી રહી છે. આ વાતને વધારે વેગ ત્યારે મળ્યો જ્યારે ઐશ્વર્યા અને અભિષેક ગોવા ફરવા ગયા હતા અને ત્યાંના ફોટાઓ શેર કર્યા હતા. આ ફોટામાં ઐશ્વર્યા રાય સેકન્ડ ટાઈમ પ્રેગ્નંટ હોય તેવું લાગી રહ્યુ છે.

સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચનનો એક ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં એશ્વર્યા અને અભિષેક સાથે બીચ પર નજરે ચડી રહ્યા છે. સમાચારોનું માનીએતો ફોટાને જોતાં ક્યાસ લગાવી શકાય કે એશ્વર્યા ફરી એકવાર પ્રેગ્નેંટ છે. ઐશ્વર્યાના આ ફોટાઓ જોઈને ફેંસ કમેટ કરી રહ્યા છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા હાલ આરાધ્યાના બચપનને માણી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર જે ફોટાઓ વાયરલ થયા છે તેમાં ઐશ્વર્યા તેના પતિ સાથે ગોવામાં હોલીડે મનાવી રહી છે. આ ફોટાઓમાં ઐશ્વર્યાનું પેટ બેબી બંપ જેવુ લાગી રહ્યુ છે. ફોટાને પોસ્ટ કર્યા બાદ ફેંસ સતત કમેંટ કરી રહ્યા છે અને જાણવા આતુર થઈ રહ્યા છે કે શું ખરેખર ઐશ્વર્યા રાય ફરી માતા બનશે.

એક ટ્વિટર યૂઝરે કહ્યુ કે તે ખુશ છે કે ઐશ્વર્યા ફરી પ્રેગ્નેંટ છે, તો બીજા પ્રશંસકે કહ્યુ કે નહીં ઐશ્વર્યા પ્રેગ્નેંટ નથી. આપને જણાવી દઈએ કે 2005માં ફિલ્મ ‘બંટી ઔર બબલી’ના એક આઈટમ સોંગ કઝરારે દરમિયાન ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે દોસ્તી થઈ, 2007માં ફિલ્મ ‘ગુરૂ’ના સેટ પર એકબીજાની નજીક આવ્યા અને ડેટ કરવા લાગ્યા.’ગુરૂ’ની સક્સેસ પાર્ટીમાં અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યુ, ઐશ્વર્યાએ અભિષેક સાથે 20 એપ્રીલ 2007માં લગ્ન કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન