Prabhas looking for a New Home in Los Angeles with Anushka
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું બાહુબલી ફિલ્મની આ સુપરસ્ટાર જોડી લગ્ન માટે કરી રહી છે તૈયારીઓ? કર્યું આવુ આયોજન

શું બાહુબલી ફિલ્મની આ સુપરસ્ટાર જોડી લગ્ન માટે કરી રહી છે તૈયારીઓ? કર્યું આવુ આયોજન

 | 9:08 pm IST

બાહુબલી ફિલ્મનો અભિનેતા અને દક્ષિણ ભારતનો સુપરસ્ટાર અભિનેતા પ્રભાસ હાલ તેની આવનાર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સાહો’ને લઈને વ્યસ્ત છે. હાલમાં ફિલ્મના ટ્રેલરને લોન્ચ કરવામાં આવ્યું હતું, જે સોશિયલ મીડિયામાં છવાઇ ગયું છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ જોવા મળશે.

સુજીત દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સાહો’ 30 ઓગસ્ટે તેલુગૂ, હિન્દી, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે. જોકે આ દરમિયાન જ એક મહત્વાન સમાચાર સામે આવ્યા છે. કહેવાય છે કે તાજેતરમાં પ્રભાસ સાઉથની જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટીની સાથે મળીને લોસ એન્જલ્સમાં ઘર શોધી રહ્યો છે.

પ્રભાસ અને અનુષ્કા હાલમાં લોસ એન્જલ્સમાં જોવા મળ્યા હતાં અને બંન્ને એક મકાનની શોધમાં છે. અહેવાલ પ્રમાણે પ્રભાસે હાલમાં અનુષ્કા માટે સાહોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. આમ પણ આ જોડીની લવ સ્ટોરી હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ દર વખતે બંન્ને માત્ર અફવાનું નામ આપે છે. ‘બાહુબલી’, ‘બાહુબલી 2’, ‘મિર્ચી’ અને ‘બિલ્લા’ જેવી ફિલ્મોમાં પ્રભાસ અને અનુષ્કાની જોડી એક સાથે જોવા મળી ચુકી છે. હવે લોસ એન્જેલસમાં ઘરની શોધવાના સમાચાર સાચા છે કે ખોટા તે તો આવનારો સમય જ જણાવશે.

આ વીડિયો પણ જુઓ

જમ્મુ કાશ્મીરમાં 15 ઓગસ્ટની ઉજવણીની તૈયારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન