Is Former Congress President Rahul Gandhi ignoring Party Meetings
  • Home
  • Featured
  • 3 રાજ્યોની ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીએ ઉભી કરી નવી મુશ્કેલી, ખુદ કોંગ્રેસે જ કર્યો ખુલાસો

3 રાજ્યોની ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીએ ઉભી કરી નવી મુશ્કેલી, ખુદ કોંગ્રેસે જ કર્યો ખુલાસો

 | 10:55 am IST

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને કોંગ્રેસ પાર્ટીમાં નવી મુશ્કેલી ઉભી થઈ છે. રાહુલ ગાંધીના બચાવમાં પાર્ટીએ હવે સ્પષ્ટિકરણ આપવું પડી રહ્યું છે. રાહુલ ગાંધી હવે કોંગ્રેસની મહત્વની બેઠકોમાંથી પોતાની જાતને અળગી રાખે છે જેને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે.

તાજેતરમાં જ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો પર નિર્ણય માટે અત્રે પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ગેરહાજરી સૌકોઈને ઉડીને આંખે વળગી હતીએ. આ રાહુલ ગાંધીના કાર્યાલયે કહ્યું સ્પષ્ટીકરણ આપવું પડ્યું હતું.

આ અગાઉ પણ રાહુલ ગાંધી પાર્ટીની અનેક બેઠકોમાં સામેલ થયા નથી. તેમણે 12 સપ્ટેમ્બરના રોજ બેઠકમાં ભાગ લીધો નહતો. આ બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધીએ કરી હતી. બેઠકમાં અનેક પ્રકારના નિર્ણયો લેવાયા અને દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. બેઠક પાર્ટીના મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો, કોંગ્રેસ વિધાયક દળના નેતાઓ માટે હતી પરંતુ તેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પાર્ટીના વરિષ્ઠ નેતા એ કે એન્ટોની પણ સામેલ થયા હતાં.

રાહુલ ગાંધી અંગે પાર્ટીના નેતા આર પીએન સિંહે કહ્યું કે, બેઠક ફક્ત પાર્ટી મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓ માટે હતી. અટકળો પર રોક લગાવવા માટે પાર્ટીએ રાહુલ ગાંધીની ગતિવિધિઓની યાદી પણ બહાર પાડી.

સાથે જ રાહુલ ગાંધીની ઓફિસે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, તેઓ બેઠકમાં સામેલ ન થયા કારણ કે રાહુલ ગાંધી ચૂંટણી સમિતિના સભ્ય નથી. તેઓ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ના સભ્ય છે. રાહુલ ગાંધી 10 ઓગસ્ટના રોજ CWCની બેઠકમાં સામેલ થયા હતાં અને કલમ 370 હટાવવા પર ચર્ચા માટે આયોજિત CWCની બેઠકમાં તેઓ હાજર પણ હતાં. રાહુલે વિપક્ષી નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે શ્રીનગર જવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત તેમણે કેરળ લોકસભા ક્ષેત્ર વાયનાડની મુલાકાત લીધી હતી અને ત્યાં પૂરની સ્થિતિને લઈને વડાપ્રધાન અને અન્ય મંત્રીઓને પત્ર લખ્યો હતો.

જો કે કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે તેઓ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની 150મી જયંતીના અવસરે આયોજિત પદયાત્રામાં સામેલ થશે. પાર્ટીએ આ અવસરે સમગ્ર દેશમાં પદયાત્રા કાઢવાની યોજના બનાવી છે.

આ વીડિયો પણ જુઓ : પાકિસ્તાનના વડાપ્રધાને ફરીથી ભારત સાથે એક ઈન્ટરવ્યૂમાં યુદ્ધની વાત કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન