Is injustice done with hearty Pandya and KL Rahul?
  • Home
  • Sports
  • Cricket
  • …તો શુ હાર્દિક પંડ્યા અને કે.એલ રાહુલ સાથે અન્યાય થઇ રહ્યો છે?

…તો શુ હાર્દિક પંડ્યા અને કે.એલ રાહુલ સાથે અન્યાય થઇ રહ્યો છે?

 | 11:40 am IST

એક ટીવી શોમાં મહિલાઓ પર વિવાદીત નિવેદનના કારણથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઓપનર લોકેશ રાહુલને નિલંબિત કરી દીધા છે. આ બન્ને ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાની વનડેથી નીકાળી દેવામાં આવ્યા છે અને ભારત બોલાવી લેવામાં આવ્યા છે. તપાસ પુરી થવા સુધી તે ટીમ તરફથી નહીં રમી શકે. જ્યારે બીજી તરફથી હરમનપ્રીત કૌર અને મહિલા ટી-20 ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરી રહી છે. જ્યારે તેમની વિરુદ્ધ ફેક ડિગ્રીની તપાસ ચાલી રહી છે.

આ અંગે બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ સવાલ ઉઠાવતા કહ્યું કે જો પંડ્યા-રાહુલને તપાસ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો હરમનને કેવી રીતે રમવા અને ટીમની કેપ્ટનશીપ કરવા દેવામાં આવી રહી છે. હરમન વિરુદ્ધ ફેક સ્નાતર ડિગ્રીની તપાસ ચાલી રહી છે. તે ટીમની કેપ્ટનશીપ કેવી રીતે કરી શકે છે. એવામાં આ બન્ને ખેલાડી પર એક વર્ષનો પ્રતિબંધ કેમ લાગે?

કેપ્ટનશીપ કરવા પર સવાલ ઉઠાવતા એક અધિકારીએ કહ્યું કે તે એક કાયદાકીય છે તો પછી તે ભારતીય ટીમની કેપ્ટન કેવી રીતે છે. જો તે તપાસ કરવા છતા પણ ટીમનું નેતૃત્વ કરી શકે છે., ભલે તેને પોતાની ડિગ્રીનો અસ્વીકાર કરી લીધો છે. તે નકલી છે. તો બીસીસીઆઇ આ વાત પર ધ્યાન નથી આપી શકતી કે પંડ્યા અને રાહુલ વિશ્વ કપ રમી શકે છે. જે ચાર મહિના બાદ છે.

સાથે તેમને કહ્યું કે જે હરમનને પાછળથી સપોર્ટ કરી રહ્યા છે તે ડીએસપી રેંક ખોઇ દીધા બાદ પણ તેનો કેસ કેવી રીતે લડી રહી છે. શુ ક્યારેય બીસીસીઆઇએ આ મામલાનું ફોલઅપ લીધું. જણાવી દઇએ કે ઇંગ્લેન્ડમાં થનારી વનડે વર્લ્ડ માટે થોડાક મહિના જ બચ્યા છે. ટીમની રૂપરેખા ધીમે-ધીમે તૈયાર થવા લાગી છે. એવામાં બે મહત્વના ખેલાડી પ્રતિબંધની તલવાર લટકી રહી છે.

હરમને જોઇનીંગના સમયે જે ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી, મેરઠથી જારી સ્નાતકની ડિગ્રી સબમિટ કરાવી હતી. તેને નકલી ગણાવવામાં આવી રહી છે. આ સંદર્ભમાં પંજાબ સરકારે હરમનપ્રીતને આ કહેતા ડીએસપી રેંક આપવાથી ઇનકાર કરી દીધો કે તમારી ક્વોલિફિકેશન માત્ર 12માં ધોરણ સુધી માન્ય છે. એવામાં તમને કોન્સ્ટેબલની નોકરી મળી શકે છે. શૈક્ષણિક યોગ્યતા હિસાબથી તેને ડીએસપીની રેંક મળી શકે નહીં. તે નિયમ વિરુદ્ધ છે. આ મામલાની તપાસ હાલ જારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન