masturbation helpful in burning calories relationship
  • Home
  • Featured
  • શું માસ્ટરબેશન દરમિયાન બર્ન થાય છે કૈલરી, જાણો

શું માસ્ટરબેશન દરમિયાન બર્ન થાય છે કૈલરી, જાણો

 | 4:11 pm IST

સેક્સના કેટલાક ફાયદાઓમાં એક એ પણ છે કે તેનાથી કેલરી બર્ન થાય છે. આવામાં કેટલાક લોકોના મનમાં એ સવાલ થાય છે કે શું માસ્ટરબેશનમાં પણ સેક્સ જેટલો જ ફાયદો થાય છે. એક રિસર્ચ અનુસાર સેક્શ્યુઅલ એક્ટિવિટી દરમિયાન પુરૂષોમાં 101 કિલો કેલરી અને મહિલાઓમાં 69.1 કિલો કેલરી બર્ન થાય છે.

આ લગભગ અડધા કલાક સુધી કરવામાં આવેલ મોડરેટ એક્સરસાઈઝ દરમિયાન બર્ન કરવામાં આવેલી કેલરી જેટલી છે. હવે ઇંટરકોર્સ દરમિયાન 101 કિલો કેલરી બર્ન થાય છે તો માસ્ટરબેસન દરમિયાન બર્ન થયેલી કેલરીથી ખુબજ ઓછુ કહેવાય છે. કેમકે આમાં વધારે ફિઝીકલ મુવમેન્ટ નથી થતુ.

કેલરી બર્ન થવાથી કાર્ડિયો મૂવમેન્ટ થવી જરૂરી છે જે માસ્ટરબેસનના સમયે નથી થતુ. ક્લાઈમેક્સમાં હાર્ટ બીટ વધારે નથી થતી, કેલરી બર્ન ન થાય. માસ્ટરબેસનથી શરીરમાં એડોરફિનનું પ્રમાણ વધી જાય છે. જે તમને ખુશ રાખવાનું કામ કરે છે. આ હેપી હોર્મોનનું કામ કરે છે.

કેટલાક લોકોને માત્ર સેક્સ કરવાથી જ ખુશી મળે છે તો કેટલાક લોકોને માસ્ટરબેસનની મદદથીજ ચરમસુખ પ્રાપ્ત થાય છે. સેક્સ માટે સમય પણ એટલોજ મહત્વનો છે. કેટલાક લોકોને માત્ર રાત્રે જ સેક્સ કરવાથી ખુશી મળે છે તો કેટલાક દિવસેજ સેક્સ કરવામાં માને છે.

માસ્ટરબેશન કેટલાક લોકોને આદતની જેમ વળગી જાય છે. સેક્સ કરવાથી જેટલી ખુશી મળે છે તે જ રીતે માત્ર માસ્ટરબેશનથી જ ખુશી મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન