Is Misha making her debut on the ramp? Watch Shahid Kapoor's epic response
  • Home
  • Entertainment
  • Bollywood
  • નાનકડી દીકરી મીશા રેમ્પ પર કરશે કેટવૉક? શાહિદે કપૂરે આપ્યો જોરદાર જવાબ

નાનકડી દીકરી મીશા રેમ્પ પર કરશે કેટવૉક? શાહિદે કપૂરે આપ્યો જોરદાર જવાબ

 | 8:01 am IST

શાહિદ કપૂર અને મીરા રાજપૂતની દીકરી મીશા બૉલિવુડના કેટલાંક સૌથી પોપ્યુલર સ્ટારકિડ્સમાંથી એક છે. એકટર શાહિદ અને મીરા બંને મીશાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે અને કેટલાંય ફેન્સ તો તેના ફેન પેજ પણ બનાવી ચૂકયા છે. તાજેતરમાં જયારે શાહિદને પૂછવામાં આવ્યું કે શું તમે ઇચ્છશો કે મીશા રેમ્પ પર વૉક કરતાં દેખાય?

આ પ્રશ્ન પર શાહિદ થોડીક વાર માટે ચુપ થઇ ગયો અને પછી પૂછયું, ‘ખરેખર? શું ખરેખર તમે ઇચ્છો છો કે હું આ પ્રશ્નનો જવાબ આપું? તમે જાણો છો ને કે તે કેટલી નાની છે? તમારા વાળ જયારે સફેદ થઇ ચૂકયા હશે અને મારા મોં માં થોડાંક જ દાંત બચ્યા હશે ત્યારે આપણે આ અંગે ફરીથી વાત કરીશું.’ શાહિદે કહ્યું કે અત્યારે તે પ્લે સ્કૂલમાં ખુશ છે અને તેને ત્યાં જ રહેવા દેવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે શાહિદ અને મીરા ટૂંક સમયમાં જ બીજા બાળકના માતા-પિતા બનવાના છે. મીરા અત્યારે પ્રેગનન્ટ છે અને તાજેતરમાં જ શાહિદ તેણે પીવીઆરની બહાર લાવતો દેખાયો હતો. શાહિદ અને મીરાએ પોત-પોતાના નામના પહેલો અક્ષર જોડી મીશા નામ રાખ્યું હતું. હવે જોવાનું એ દિલચસ્પ રહેશે કે તેઓ પોતાના બીજા બાળકનું નામ કેવી રીતે રાખે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ ટૂંક સમયમાં જ ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુમાં જોવા મળશે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર તેની અપોઝિટ કામ કરતી જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન