વિશ્વમાં વર્તમાનમાં માત્ર મોંગોલિયા વજ્રાયન ધર્મ પાળે છે ? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • વિશ્વમાં વર્તમાનમાં માત્ર મોંગોલિયા વજ્રાયન ધર્મ પાળે છે ?

વિશ્વમાં વર્તમાનમાં માત્ર મોંગોલિયા વજ્રાયન ધર્મ પાળે છે ?

 | 12:53 am IST
  • Share

નાલંદા, તક્ષશિલા અને વલ્લભી વિશ્વ વિદ્યાલયોના કાળખંડમાં ગુજરાતથી માંડીને મોંગોલિયા સુધી બધા જ વજ્રાયનધર્મી હતા.

આ ત્રણેય પ્રાચીન યુનિર્વિસટી તોડનારાઓને જાણવા અને સમજવા પ્રયાસ થશે?

ભારતના મૈથિલીમાં ઇસ્વીસન પૂર્વે ૭૦૦ની આસપાસ સ્થપાયેલા વજ્રાયન ધર્મ વિષે આપણે જાણકારી મેળવી. આજે આ ભૂમિ પર વજ્રાયન ધર્મને યાદ રાખનારું ભાગ્યે જ કોઇ છે. આૃર્ય એ વાતે છે કે તે વજ્રાયન ધર્મને વર્તમાનમાં પણ મોંગોલિયા પાળી રહ્યું છે. વજ્રાયન શુદ્ધ સંસ્કૃત શબ્દ છે. મોંગોલિયાને તે શુદ્ધ સંસ્કૃત શબ્દ યાદ છે અને આપણે સૌ ભૂલી ગયા ? મુઘલ એટલે જ મોંગોલિયા ? કાળચક્રના જે ખંડમાં ગુજરાત, વઝિરિસ્તાન, ગાંધાર અને મોંગોલિયા સુધીના તમામ પ્રદેશો વજ્રાયન ધર્મી હતા તે કાળખંડને શોધવા પ્રયાસ થશે ?

પ્રયાસ કરશો તો તે કાળખંડ મળવો અઘરો નથી. હા, તેે કાળખંડ એટલે ત્રણ વિશ્વવિદ્યાલયોનો કાળ. નાલંદા, તક્ષશિલા અને વલ્લભી વિશ્વ વિદ્યાલયોનો કાળ. આ એ કાળ છે કે જ્યારે ગુજરાતથી માંડીને મોંગોલિયા સુધી બધા જ વજ્રાયનધર્મી હતા. તો મોંગોલિયા કે મુઘલ આ ત્રણેય વિશ્વવિદ્યાલયો પૈકી એક પણ વિશ્વવિદ્યાલયને નુકસાન પહોંચાડે ખરા ? જવાબ નામાં મળશે. ઇતિહાસ પણ સાક્ષી છે કે મોંગોલિયાએ આ ત્રણેય પૈકી એક પણ વિશ્વ વિદ્યાલયને નુકસાન નથી પહોંચાડયું. નાલંદા, તક્ષશિલા અને વલ્લભી વિશ્વવિદ્યાલય તે વજ્રાયનધર્મી શાસકોની આ ભૂમિને મળેલી ભેટ હતી. ચંદ્રગુપ્ત મૌર્ય ઇસ્વીસન પૂર્વે સાતમી સદીમાં ઊભી થયેલી સૌથી પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠમાં ભણ્યા હતા. તેમણે આ ભૂમિ પર વજ્રાયન ધર્મનું જ વહન કર્યું. છતાં ગુજરાતથી માંડીને મોંગોલિયા સુધી સૌ કોઇ વજ્રાયનધર્મી હતા તે ઐતિહાસિક હકીકત આ ભૂમિ પર ભાગ્યે જ કોઇને યાદ છે.

મુઘલ કે મોગલે જો આ ત્રણેય પૈકી એક પણ વિશ્વવિદ્યાલયને તોડયા ના હોય તો પછી તોડયા કોણે? પ્રશ્ન ના થવો જોઇએ? મોંગોલિયા આજે પણ વજ્રાયનધર્મી છે તે જાણ્યા પછી પણ પ્રશ્ન ના થવો જોઇએ? આ ત્રણેય યુનિર્વિસટીઓ કોઇકે તો તોડી જ છે. શું તે માટે યમનના સના અને એડન જવાબદાર છે? કોન્સ્ટેનટિનોપલનું પતન કરીને તુર્કી ઊભું કરનારી હાનેદાની ઓટ્ટોમન તુર્ક ખિલાફત જવાબદાર છે ? અબ્બાસિડ્સને તુર્ક સૈન્ય પૂરંુ પાડનારા ખુરાસણના સમાનિડ્સ કે પછી જાપાનના સમુરાઇ (બુશી) જવાબદાર છે ? દક્ષિણ આફ્રિકાની ખોઇસણ ટ્રાઇબ જવાબદાર છે? તે દિશામાં સંશોધન થવા ઘટે??

મયૂરાસન (તખ્ત મુરાસા)

મોંગોલિયા આજે પણ વજ્રાયન ધર્મ પાળે છે. મોંગોલિયામાં સહજપણે તે ધર્મનું પાલન થાય છે, ફરજિયાત નથી. વજ્રાયન અને મયૂરાસન બંને સંસ્કૃત શબ્દ જ છે. દિલ્હીમાં મયૂરાસનની રચના થઇ ત્યારે કવિ મહમદ કુદસીએ જે કવિત રચ્યું હતું તે નીચે મુજબ છે. કવિતમાં સ્પષ્ટપણે લખ્યું છે કે રિટર્ન્ડ ટુ ધ કેપિટલ‘…’પાટનગર તરફ પાછો ફર્યો‘. હવે આપણે બુદ્ધના પટ્ટશિષ્ય મહામુદગલ્યયાના વિષે જાણીએ છીએ. તે પછી કવિત રચનાર કવિ મહમદ કુદસીની વિશ્વસીયતા મુદ્દે શંકા સેવવાને કારણ ખરું?

Towards India he turned his
reins quickly and went in all glory,
Driving like the blowing wind,
dapple-grey steed swift as lightning.
With bounty and liberality, he
returned to the capital;
Round his stirrups were the
heavens and angels round his reins.
A thousand thanks! The beauty
of the world has revived
With the early glory of the
throne of multi-coloured gems

ગ્રાન્ડ ટ્રન્ક રોડ -ચંદ્રગુપ્તનો રોયલ રોડ

ગ્રાન્ડ ટ્રન્ક રોડની વાત કરીએ તો તેનું મૂળ બાંધકામ મૌર્ય શાસનકાળમાં થયું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના રોયલ રોડ તરીકે જ તે ઓળખાય છે. તે પછી શેરશાહ સુરી અને મુઘલકાળમાં ટ્રન્ક રોડ આસપાસ વૃક્ષારોપણ, ધર્મશાળા નિર્માણ થયું. મુઘલે તેને નામ આપ્યું બાદશાહી સડક. મુરાદાબાદ, ર્મુિશદાબાદ તે સાથે જ આકાર પામ્યા.

તે પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રતિ માઇલ ૧૦૦૦ પાઉન્ડના ખર્ચે કોલકાતાથી અફઘાનિસ્તાન સુધીના ગ્રાન્ડ ટ્રન્ક રોડનું નિર્માણ કર્યું. રૃડયાર્ડ કિપલિંગે લખ્યું,’ “Look! Look again! and chumars,
bankers and tinkers, barbers and
bunnias, pilgrims and potters all
the world going and coming. It is to
me as a river from which I am withdrawn
like a log after a flood.’ આ વાક્યમાં પણ શબ્દ વપરાયો છે ...

વજ્રાયનધર્મી મોંગોલિયાના મુઘલ કોણ હતા તેની સમજ સ્વયં મોંગોલિયા આજે પણ આપવાની સ્થિતિમાં છે. કદાચ એક દિવસે મયૂરાસન(મુરાસા તખ્ત), મુરાદાબાદ, ર્મુિશદાબાદ, મુઘલસરાય વજ્રાયનધર્મીઓ સાથેના તેમના સંબંધની સાચી વાત કદાચ કહી પણ શકશે. જ્યારે જૈન અને બૌદ્ધ ધર્મની સ્થાપના નહોતી થઇ, માત્ર વર્જાયનધર્મીઓ આ દેશ પર શાસન કરી રહ્યા હતા તે કાળથી બિહારના પહાડી વિસ્તારોમાં ઊભી છે બારાબાર (મ્ટ્વટ્વિહ્વટ્વિ)ની ગુફાઓ અને લૌર્ય નંદનગઢ. લૌર્ય નંદનગઢ ખાતે ઊભેલો મૌર્ય સામ્રાજ્યનો સ્તંભ અને તે સ્તંભ પર જોવા મળતી ચતુઃદિશામાં આવેલી ચાર સિંહાકૃતિ આપણને ઘણું બધું સમજાવવા હજી જીવતી છે. ખેર આપણી નજર સ્તંભ પરની સિંહાકૃતિને જોઇ રહી છે. તે આપણી આંખોની મર્યાદા છે. ચાર સિંહોનું શિલ્પ સ્વયં ફોર ડાયમેન્શનની વાત કરે છે. વિશ્વમાં ધર્મચક્રના વાહકો છે આ ચાર સિંહ.

મયૂરાસન, મુઘલસરાય તો વજ્રાયનધર્મી મોંગોલિયા અને મુઘલની સમજ એક દિવસે કદાચ આપી દેશે(આપી શકશે), પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શું? વજ્રાયનધર્મી હોવાથી બ્રેક્ઝિટ કરી રહેલા બ્રિટનનું શું? નદીના પૂરમાં કિનારે જતા રહેલા (ઙ્મૈાી ટ્વ ન્ર્ખ્ત) વૃક્ષના થડની કથની સમજાવવા અહીં પ્રયાસ થઇ રહ્યો છે. નદી પ્રવાહથી કિનારે થઇનેે વિસરાઇ ગયેલા પેલા વૃક્ષના થડને બિહારમાં આવેલા લૌૈર્ય નંદનગઢના બૌદ્ધ સ્તંભ સાથે કોઇ નિસ્બત ખરી??

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન