is-there-difference-between-naga-sadhu-and-aghori-baba
  • Home
  • Astrology
  • શું નાગા બાવા અને અઘોરી બાવામાં હોય છે અંતર?

શું નાગા બાવા અને અઘોરી બાવામાં હોય છે અંતર?

 | 6:41 pm IST

ઘણાં લોકો નાગા બાવા અને અઘોરી બાવાને એક જ સમજે છે. પણ બંનને વચ્ચે અંતર હોય છે. હિંદુ ધર્મમાં અનેક પ્રકારના સાધુઓ હોય છે. તેમની વેશભૂષા લગભગ સમાન દેખાય છે. આમ છતાં સાધુ સાધુ વચ્ચે અંતર હોય છે. તેમની રહન-સહન અને તપ-સાધનામાં પણ અંતર હોય છે. નાગા સાધુ કુંભના મેળામાં ભારે ઉત્સાહથી ભાગ લે છે. જ્યારે અઘોરીબાબા કુંભમાં સામાન્ય રીતે નથી જતાં. આવો જાણો નાગા બાવા અને અઘોરી બાવામાં શું હોય છે અંતર…

અધોરી બાવાને દિક્ષા સ્મશાનમાં આપવામાં આવે છે
નાગા બાવાની જેમ અઘોરી બાવાએ પણ કઠિન પરીક્ષાઓમાં પાસ થવું પડે  છે. સાધુ બનાવવામાં  12 વર્ષનો સમય લાગી જાય છે. આમછતાં બંનેની પ્રક્રિયા એકદમ અલગ હોય છે. નાગા સાધુ કુંભ દરમિયાન જ બનાવાય છે જ્યારે અધોરી બાવા બનવા માટે સ્મશાનમાં જીવનના અનેક વર્ષો ભારે કઠણાઈથી વીતાવ્યા બાદ દિક્ષા મળે છે.  

નાગા સાધુઓના હોય છે ગુરુ
નાગા સાધુઓના ગુરુ હોય છે. ગુરુ જ તેને દિક્ષા આપે છે. જ્યારે અધોરીઓની બાબતમાં અનેક વર્ષ સ્મશાનમાં કાઢ્યા પછી આપોઆપ દિક્ષા મળી જતી હોય છે. કારણ કે તેમના ગુરુ સ્વયં ભગવાન શિવ હોય છે. અઘોરીઓને ભગવાન શિવનો પાંચમો અવતાર ગણવામાં આવે છે. અઘોરી સ્મશાનમાં મડદાંની પાસે બેસીને પોતાની તપસ્યા કરતા રહે છે. એવું માનવામાં આવે છે કે આ રીતે સ્મશાન સાધના કરતાં કરતાં  તેને દૈવી શક્તિઓની પ્રાપ્તિ થતી હોય છે.

નાગા સાધુ યોગના અભ્યાસું હોય છે જ્યારે અઘોરીઓ તંત્ર સાધનાના અભ્યાસુ હોય છે.

નાગા સાધુ નિવસ્ત્ર રહે છે જ્યારે અઘોરીઓ વસ્ત્રો કે  જાનવરોના ચામડાથી પોતાનું શરીર ઢાંકે છે. પોતાને શિવના સાચા ભક્ત ગણાવતા નાગા સાધુ જાનવરોની ખાલમાંથી પોતાનો કમરથી નીચેનો હિસ્સો ઢાંકે છે.

નાગા બાવા અને અઘોરી બાવા બંને માંસાહારી હોય છે. જો કે કેટલાંક નાગા બાવા શાકાહારી પણ હોય છે. જ્યારે  અઘોરી બાવા શાકાહારી હોતા નથી. તે કેવળ જાનવરોના જ માંસ ખાય તેવું નથી તે વ્યક્તિનું માસ પણ ભક્ષણ કરે છે. શ્મશાનમાં મડદાના માંસનું પણ ભક્ષણ કરે છે. મદિરાપાન પણ કરે છે.

નાગા બાવા અને અઘોરી બાવા જીવતા જ પોતાનું શ્રાદ્ધ કરી દે છે. બંને પરિવારથી દૂર રહીને બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. બંનેએ પોતાના પરિવારનો ત્યાગ કરી દેવાનો હોય છે. તેઓ પરિવારજનો માટે અને દુનિયા માટે પણ મૃત થઈ જાય છે. પોતાની તપસ્યામાં લીન રહે છે. પોતાના પરિવારજનોને નથી મળતાં.

નાગા બાવા યુદ્ધ કળામાં પણ પારંગત હોય છે. નાગા બાવા એકાદું અસ્ત્ર કે શસ્ત્ર ધરાવતા હોય છે કે આવડતું હોય છે.

નાગા બાવા પણ શિવના પરમ ઉપાસક હોય છે. અધોરી બાવા પણ શિવના પરમ ઉપાસક હોય છે.

નાગા બાવાઓના દર્શન કુંભ દરમિયાન અવારનવાર થઈ જાય છે. જ્યારે અધોરીઓ સ્મશાનમાં કોઈ ગુફામાં કે ગામના છેવાડે ઝુંપડી બાંધીને પડ્યા રહે છે. તે ઓછા જોવા મળે છે. નાગા સાધુ કુંભમાંથી પછી હિમાલયમાં ચાલ્યા જાય છે. જ્યારે નાગા બાવાના દર્શન કર્યા પછી અધોરી બાવાના દર્શન કરવા એ ભગવાન શિવના દર્શન કરવા બરોબર માનવામાં આવે છે.

અધોરીઓ મોટેભાગે રાત્રિ સાધના કે દિવસ-રાતની સાધના કરતાં હોય છે. હઠયોગી હોય છે. જ્યારે નાગા બાવા પણ હઠયોગી હોય છે. પણ તેમની સાધના મોટે ભાગે દિવસે કે બ્રહ્મમુહૂર્તમાં વિશેષ રૂપે હોય છે.

બંને પાસે હોય છે વિશિષ્ટ શક્તિઓ
નાગા બાવા પાસે પણ સાધના થકી અનેક સિદ્ધિઓ મળેલી હોય છે તો અઘોરી બાવા પાસે પણ અનેક સિદ્ધિઓ હોય છે.  
અધોરીઓ પાસે મોટે ભાગે તાંત્રિક સિદ્ધિઓ હોય છે. જ્યારે નાગા બાવા સામાન્ય રીતે તાંત્રિક સાધના કરતાં નથી. તેઓ તપ કરીને સિદ્ધિ મેળવતા હોય છે. કે હઠયોગ કરીને સિદ્ધિ મેળવતા હોય છે.

નાગા બાવા અને અઘોરી બાવા બંને ભભૂત લગાવે છે અને રુદ્રાક્ષ ધારણ કરે છે. નાગા સાધુ ફૂલોથી શણગાર કરે છે જ્યારે અધોરી બાવા તેમ કરતાં નથી.