Is there going to be another lockdown in Gujarat or not? Know the truth
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વકરતા કોરોનાથી ગુજરાતમાં ફરી લોકડાઉન થવાનું છે કે નહીં? જાણો સત્ય હકિકત

વકરતા કોરોનાથી ગુજરાતમાં ફરી લોકડાઉન થવાનું છે કે નહીં? જાણો સત્ય હકિકત

 | 9:59 pm IST
  • Share

ગુજરાતમાં (Gujarat) દિવાળી (Diwali) ટાંણે જ કોરોના વાયરસે (Corona Virus) ઉથલો મારતા અમદાવાદ (Ahmedabad), સુરત (Surat) , રાજકોટ (Rajkot) અને વડોદરા (Vadodara) જેવા શહેરોમાં સ્થિતિ વધારે ગંભીર બની છે. એક સમયે કાબુમાં આવી ગયેલી સ્થિતિ હવે અત્યંત ગંભીર બની છે. જેને લઈને કેન્દ્ર સરકાર (Central Government) પણ સતર્ક બની છે. આગામી સમયમાં શિયાળામાં (Winter) સ્થિતિ વધારે વકરવાની WHO દ્વારા ચેતવણી આપવામાં આવી છે. તો આ સ્થિતિમાં કોરોનાને ફેલાતો રોકવા શું ફરી એકવાર લોકડાઉન જાહેર કરવામાં આવશે કે કેમ? તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

રાજ્યમાં ફરી લોકડાઉન થવાનું છે તેવા સમાચારો અને વાતો સોશીયલ મીડિયામાં હાલમાં ખુબ જ વાયરલ થઇ રહી છે. પરંતુ તેમા કોઇ સત્ય નથી. આવા મેસેજોનું સ્પષ્ટપણે ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણામાં નથી.

રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, હાલ રાજ્યના જે ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી જે કરફ્યૂ અમલમાં છે તે યથાવત રહેશે. પરંતુ આ સિવાય રાજ્યમાં ક્યાંય પણ લોકડાઉન કે કરફ્યુની બાબત પણ રાજ્ય સરકારની કોઈ વિચારણામાં નથી.

અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે રાજ્યના તમામ નાગરિકોને સોશિયલ મીડિયામાં ચાલતા આ પ્રકારના સમાચારથી ગેરમાર્ગે નહિ દોરાવાની તેમજ આવા પાયા વિનાના સમાચારો અંગે કોઈ ગભરાટ ના રાખવાની અપીલ કરી છે.

શું કહ્યુ્ં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ?

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલા ભર્યા છે જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કરફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9 થી સવારે 6 સુધી નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ : કોરોના સંકટ વચ્ચે દક્ષિણ ભારત પર વાવઝોડાનું નવું સંકટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન