Is This Australian Kid will be The Next Bill Gates of Microsoft
  • Home
  • Technology
  • શું દુનિયાને મળ્યો નવો ટેક સમ્રાટ ‘બિલ ગેટ્સ’ ?

શું દુનિયાને મળ્યો નવો ટેક સમ્રાટ ‘બિલ ગેટ્સ’ ?

 | 8:23 pm IST

ઓસ્ટ્રેલિયાના એક 16 વર્ષના બાળકે નવું કારનામું કરીને બતાવ્યું છે. તેને દુનિયાની સૌથી પ્રખ્યાત કંપની એપલનું કમપ્યૂટર સિસ્ટમ હેક કરી લીધી છે. જ્યારે એપલ તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગ્રાહકોના ડેટા સાથે કોઇ પણ પ્રકારનો સમધાન કરવામાં આવશે નહીં. 16 વર્ષના છોકરાએ ઘણી વખત એપલની સિસ્ટમ જ હેક કરી દીધી છે.

મેલબર્નની એક પ્રાઇવેટ સ્કુલમાં અભ્યાસ કરતાં આ છોકરાએ ભવિષ્યમાં એપલ કંપનીમાં કામ કરવું છે. કંપનીનું ધ્યાન ખેંચવા માટે તેને એપલના મેનફ્રેમનું કમ્પ્યૂટર જ હેક કરી દીધું હતું અને 90 GB ગુપ્ત ડેટા ફાઇલ ડાઉનલોડ કરી લીધી હતી. આ 16 વર્ષના બાળકને હવે કોર્ટમાં સુનાવણી માટે બોલાવવામાં આવ્યો છે. તેને ટનેલ્સ અને વીપીએનનો ઉપયોગ કરીને સિસ્ટમ હેક કરી હતી અને ફાઇલ ડાઉનલોડ કરી હતી. તેના ઘરે તપાસ કરતાં ‘હેકી હેક હેક’ ફાઇલમાં ગ્રાહકોની માહિતી પણ મળી છે.

એપલને આ અંગે માહિતી મળતાં FBIને માહિતી આપી છે અને ત્યારબાદ લોકલ પોલીસે વધુ પગલાં ભર્યા છે. કંપની તરફથી સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ગેરકાયદેસર રીતે સિસ્ટમ પર કબ્જો કરવામાં આવ્યો છે. તેની માહિતી સરકારને આપી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ આ છોકરાના આરોપનો સ્વીકાર કરી લીધો છે અને તેના પર આગામી મહિને ચુકાદો આપશે.

એક ટેક વિશેષજ્ઞના અનુસાર, હેકિંગના આ ઘટના છોકારા માટે મોટી સફળતાનું કારણ બની શકે છે. જો કે અહીં એક વાત નોંધ કરવા જેવી છે કે, બિલ ગેટ્સે પણ 15 વર્ષની ઉંમરમાં એક કંપનીનું કમ્પ્યૂટર હેક કરી લીધું હતું અને તે પછી તેમને સજા સ્વરૂપે એક વર્ષ સુધી કમ્પયૂટરનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.