isha-ambani-and-anand-piramal-host-first-wedding-reception-party
  • Home
  • Photo Gallery
  • આનંદ અને ઇશા અંબાણીની પાર્ટીમાં પહોંચ્યા પોલિટિશિયન અને બોલિવુડ કલાકાર, જુઓ તસવીરો

આનંદ અને ઇશા અંબાણીની પાર્ટીમાં પહોંચ્યા પોલિટિશિયન અને બોલિવુડ કલાકાર, જુઓ તસવીરો

 | 10:34 pm IST

ઇશા અંબાણીએ બુધવારે 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે સાત ફેરા લીધા હતા. ત્યારબાદ વેડિંગ રિસેપ્શનનનો સિલસિલો ચાલી રહ્યો છે. શુક્રવારે આનંદ પીરામલના ફેમિલીએ પોતાના નજીકના સંબંધીઓને એક પાર્ટી આપી હતી. તેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલ પણ સામેલ થયા હતા.

એન્ટિલિયામાં પરંપરાગત વેડિંગ સેકેમની બાદ અંબાણી અને પિરામલ પરિવાર મુંબઈમાં આજે ભવ્ય રિસેપ્શન આપવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટ બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમાં આવેલા 13000 સ્કે. મીટરમાં ફેલાયેલા જીયો ગાર્ડનમાં સાંજે 7.30 કલાકથી શરૂ થયું હતું. આ ગાર્ડન પણ અંબાણીનું જ છે. વેડિંગ રિસેપ્શન શરૂ થઈ ચૂક્યું છે, અંબાણી પરિવાર અને પિરામલ પરિવાર રિસેપ્શનમાં સામેલ થવા પહોંચી ચૂક્યો છે. રિસેપ્શમાં આકાશ અંબાણી પોતાની મંગેતર શ્લેકા મેહતા સાથે આવ્યો હતો.

એન્ટ્રેસ ગેટ પર ગણપતિ બાપ્પાની આકૃતિઓ બનાવવામાં આવી છે, જે તમામ ફૂલોથી બનેલી છે. અંદરના વેન્યૂને બે અલગ સેક્શનમાં વહેંચવામાં આવ્યો છે. સંપૂર્ણ વેન્યૂ ગુલાબ, હાઈડ્રેંજીયા ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યું છે. આ ફૂલોને વિવિધ દેશોમાંથી મંગાવવામાં આવ્યા છે. વેન્યૂના એન્ટ્રેસ પર ભવ્ય ડેકોરેશન જોવા મળી રહ્યું છે. અહીં એક મહેરાબ (ઘુમ્મટ) તૈયાર કરવામાં આવ્યું છે જેને મિરર ફિનિશિંગ આપવામાં આવી છે.

– અહીં એ.આર.રહમના પોતાના ટ્રુપ સાથે પર્ફોર્મ કરશે. બીજી તરફ પિંક કલરના ફૂલોથી અમ્બ્રેલા ટાઈપની આકૃતિ બનાવવામાં આવી છે.