Isha Ambani and Parineeti Chopra Join Bachelor Party Of Priyanka
  • Home
  • Featured
  • Photos: પ્રિયંકાની બેચલર પાર્ટીમાં જોવા મળી ઈશા અંબાણી અને પરિણીતિ ચોપરા

Photos: પ્રિયંકાની બેચલર પાર્ટીમાં જોવા મળી ઈશા અંબાણી અને પરિણીતિ ચોપરા

 | 10:34 am IST

પ્રિયંકા ચોપરા લગ્ન પહેલા બેચલર લાઇફ એન્જોય કરી રહી છે. જો કે અત્યારે તેના લગ્નની તારીખની જાહેરાત નથી થઈ. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે 1 ડિસેમ્બરનાં જોધપુરનાં ઉમેદ ભવનમાં પ્રિયંકા નિક જોનસ સાથે લગ્ન કરશે. અત્યારે તે પોતાના નજીકનાં મિત્રો સાથે એમ્સ્ટર્ડમમાં બેચલરેટ સેલિબ્રેટ કરી રહી છે. અલગ-અલગ ફ્રેન્ડ સર્કલની સાથે એક્ટ્રેસ લગ્ન કરી રહી છે. તાજેતરમાં જ તેણે પોતાના હોલીવુડ ફ્રેન્ડ્સ, કઝિન પરિણીતિ ચોપરા અને ઈશા અંબાણી સાથે બેચલર પાર્ટી કરી હતી. સેલિબ્રેશનની તસવીરો પ્રિયંકા અને પરિણીતિએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ તસવીરમાં પ્રિયંકાનાં ફ્રેન્ડ્સ રેડ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. તો પ્રિયંકા ચોપરા વ્હાઇટ કલરની ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે દોસ્તો સાથે અલગ અલગ પોઝમાં તસવીરો ખેંચાવી છે. નિક સાથે લગ્ન પહેલા પ્રિયંકા ચોપરા કેટલી ખુશ છે તે આ તસવીરોને જોઇને સ્પષ્ટ જોઇ શકાય છે. દેશી ગર્લનો આ અંદાજ તેના ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે નિક અને પ્રિયંકા એકવાર નહીં, પરંતુ બેવાર લગ્ન કરશે. એક વાર હિંદૂ રીતિ-રિવાજ પ્રમાણે અને બીજી વાર ક્રિશ્ચિયન રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન થશે. બંને એકબીજાની ધાર્મિક આસ્થાને સમ્માન કરે છે.