Isha Ambani Met Gala 2019, Breathtaking Look Viral
  • Home
  • Entertainment
  • Bollywood
  • મેટ ગાલા 2019માં પહોંચી ઇશા અંબાણી, પ્રિયંકા-દીપિકાને પણ આપી ટક્કર

મેટ ગાલા 2019માં પહોંચી ઇશા અંબાણી, પ્રિયંકા-દીપિકાને પણ આપી ટક્કર

 | 3:11 pm IST

હાલ સંપૂર્ણ દુનિયાની નજર ફેશન જગતના પોપ્યુલર ઇવેન્ટ મેટ ગાલા 2019 પર છે. ગઈકાલે ન્યૂયોર્કમાં થયેલ આ ઇવેન્ટમાં દુનિયાભરના સ્ટાર્સે હાજરી આપી હતી. જેની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પણ જોવા મળી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઇશા અંબાણીએ પણ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ઇશા ખૂબજ સુંદર ગાઉનમાં દેખાઈ હતી. ઇશાના આ લુકે સૌને આકર્ષિત કર્યા. ઇશા અંબાણી એકદમ સિમ્પલ લુકમાં નજરે આવી હતી. તેઓ લવેંડર ગાઉનમાં નજરે આવી હતી. ઇશાએ આ ગાઉન સાથે લાઇટ મેકઅપ અને લિપસ્ટિક સાથે ડાયમંડ ઇયરરિંગ્સ પહેરી હતી. મેટ્રોપોલિટન મ્યુઝીયમ ઓફ આર્ટમાં યોજાયેલ આ ઇવેન્ટમાં ઇશા અંબાણીનો આગવો અંદાજ જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે ઇશાએ ગયા વર્ષે બિઝનેસમેન આનંદ પીરામલ સાથે શાહી લગ્ન કર્યા હતા. જે મીડિયામાં ઘણા ચર્ચામાં રહ્યા હતા. જોકે આ ઇવેન્ટની વાત કરીએ તો ઇશા અંબાણીનો સિમ્પલ લુક હોવા છતા પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણના લૂક કરતા પણ વધુ આકર્ષિત હતો. તમને જણાવી દઈએ કે આ વખતે મેટ ગાલાની થીમ Camps: Notes on Fashion રાખવામાં આવી હતી. ભારત તરફથી પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ આ ઇવેન્ટનો હિસ્સો બની.

પ્રિયંકા ચોપરાએ સોફ્ટ પેસ્ટલ ગાઉનમાં નજરે આવી હતી. તેના આ ગાઉનમાં પિંક અને યેલો ફેધર લાગેલા હતા. પ્રિયંકા ચોપરાનો લુક સૌને હેરાન કરે એવો હતો. જ્યારે બીજી તરફ દીપિકા પાદુકોણ પણ પિંક કલરના સ્ટ્રીપલેસ ગાઉનમાં નજરે આવી હતી. તેનો આ ગાઉન 3ડી પ્રિન્ટેડ પીસને જોડીને બનાવવામાં આવ્યો હતો. જોકે રિપોર્ટ મુજબ દીપિકા અને પ્રિયંકાના આ લુકની સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન