Isha Ambani Piramal On Legacy life after marriage
  • Home
  • Business
  • વોગના કવરપેજ પર ઇશા અંબાણીની સુંદર તસવીર, લગ્ન પછીના ખોલ્યા રાઝ

વોગના કવરપેજ પર ઇશા અંબાણીની સુંદર તસવીર, લગ્ન પછીના ખોલ્યા રાઝ

 | 3:42 pm IST

ફેશન મેગેઝીન વોગ 2019ની ફેબ્રુઆરી એડિશનના કવર પેજ પર મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની તસવીર છપાઈ છે. સાથો સાથ તેણે આ મેગેઝીનમાં લગ્ન બાદ તેના જીવનમાં આવેલા ફેરફાર પર પણ ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે આનંદ તેમને કેમ વધારે પસંદ છે. સાથો સાથ કંઇ વાત તેમના પિતા મુકેશ અંબાણીની સાથે મળતી આવે છે.

ઇશા અંબાણી એ મેગેઝીનના કવર ફોટોમાં વ્હાઇટ શર્ટ ડ્રેસની સાથે બ્લેક સ્કર્ટ પહેર્યો છે. તેને ઓસ્ટ્રેલિયન ડિઝાઇનર ટોની માટીસીવ્સે ડિઝાઇન કર્યો છે. ઇશા ખૂબ ગ્રેસફૂલ દેખાય રહી છે.

 

મીડિયા રિપોર્ટ્સના મતે ઇશા એ મેગેઝીનની કવર સ્ટોરીમાં કહ્યું છે કે તેના પિતા આનંદ પિરામલનો વ્યવહાર તેના પિતા મુકેશ અંબાણી સાથે ઘણો મળતો આવે છે. તેણે કહ્યું કે આનંદને પાર્ટીઝમાં સામેલ થવું પસંદ નથી. તેઓ ઘણા આધ્યાત્મિક છે. આ સિવાય અમારી બંનેની ઘણી વાતો મળતી આવે છે. અમને બંનેને જમવાનું ખૂબ પસંદ છે. આ સિવાય અમે બંને ખૂબ જ પારિવારિક છીએ. અમારા માટે અમારું ફેમિલી ખૂબ જ મહત્વનું છે.

સૌથી સારી વાત એ છે કે અમારી ફેમિલીના મેમ્બર્સ પણ એ વાતને સમજે છે અને અમને ઘણો સહયોગ કરે છે.

ઇશા એ કહ્યું કે તેઓ પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજે છે કે તે જે પરિવારમાં જન્મયા અને જયાં લગ્ન થયા બંને પરિવાર તેમને ખૂબ સમજે છે. આ સિવાય તેમના કામને પણ પ્રાથમિકતા આપે છે. ઇશાએ કહ્યું કે જિંદગીમાં તેનાથી વધુ શું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન