Isha Ambani PreWedding Ceremony Function: Ambani Family Dance Performance 'GUJJU'
  • Home
  • Business
  • Video: …જ્યારે અંબાણી બ્રધર્સ સહિત આખા પરિવારે ‘GUJJU’ ગીત પર કર્યો હટકે ડાન્સ

Video: …જ્યારે અંબાણી બ્રધર્સ સહિત આખા પરિવારે ‘GUJJU’ ગીત પર કર્યો હટકે ડાન્સ

 | 7:24 am IST

અંબાણી પરિવાર પોતાની લાડલી દીકરી ઇશાના લગ્નનો જશ્ન મનાવી રહી છે. ઇશા 12મી ડિસેમ્બરના રોજ આનંદ પિરામલ સાથે લગ્ન કરશે. આની પહેલાં લગ્નની રસ્મ ઉદયપુરમાં આયોજીત કરાઇ છે. રવિવારના રોજ સંગીત સેરેમની દરમ્યાન આખો અંબાણી પરિવાર એક સાથે જોવા મળ્યો. કોકિલાબેન અંબાણી, મુકેશ, નીતા, ટીના, આકાશ, અનંત, મુકેશ અંબાણીની બહેનો સહિત આખા પરિવારે મંચ પર એક સાથે ડાન્સ પર્ફોમન્સ આપ્યું હતું. આખા અંબાણી પરિવારે એક સાથે ‘GUJJU’ ગીત પર હટકે પર્ફોમન્સ આપ્યું હતું.

આ અવસર પર બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાન અને ગૌરી એ પણ ડાન્સ પર્ફોમન્સ કરવાથી ચૂકયા નહોતા. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન પણ અંબાણી પરિવારની ખુશીઓમાં સામેલ થયું હતું. આ સમારંભમાં બોલિવુડની તમામ મોટી હસ્તીઓ સામેલ થઇ હતી. અંબાણીએ તમામ મહેમાનો માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સ બુક કરાવી હતી. શહેરની તમામ 5 સ્ટાર હોટલ સંપૂર્ણપણે બુક કરાવી દીધી હતી. એટલું જ નહીં અંદાજે 1000 લકઝરી ગાડીઓ બુક કરાવી હતી જે ઉદયપુર એરપોર્ટથી મહેમાનોને લાવવા-લઇ જવા માટે કામ કરતી હતી.

રવિવારના રોજ સંગીત સેરેમનીમાં મુકેશ અને નીતા અંબાણીએ ફિલ્મ ‘જબ તક હૈ જાન’ના ગીત પર ડાન્સ કર્યો હતો.

આ દરમ્યાન કરણ જૌહરે મુકેશ અંબાણીની સાથે ક્વિઝ કોન્ટેસ્ટ પણ રમ્યા હતા. રેપિડ ફાયર રાઉન્ડ દરમ્યાન કરણે અંબાણીને પૂછયું – જો તેઓ એક દિવસ નીતા અંબાણી તરીકે સવારે જાગે તો શું કામ કરશે? મુકેશ અંબાણીએ જવાબમાં કહ્યું – તેઓ એ તમામ ફૂડ પરથી પ્રતિબંધ હટાવી દેશે, જે નીતા એ તેમના પર મૂકયા છે.

આગળના પ્રશ્નમાં કરણે પૂછયું કે આ વર્ષે તેમના હિસાબે ચૂંટણી કોણ જીતશે? અંબાણીએ ખૂબ જ સ્માર્ટ જવાબ આપ્યો. તેમણે કહ્યું – કોઇ પોલિટિકલ પાર્ટી. ત્યારબાદ કરણે પૂછયું કે તેમના થનાર જમાઇ આનંદ પિરામલનું સિક્રેટ શું છે? અંબાણીએ કહ્યું આનંદ અને તેઓ બંને ફૂડ લવર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.