ઇશા-આનંદ પીરામલનો લગ્ન મંડપમાં સાત ફેરા ફરતો વીડિયો આવ્યો સામે - Sandesh
  • Home
  • Videos
  • ઇશા-આનંદ પીરામલનો લગ્ન મંડપમાં સાત ફેરા ફરતો વીડિયો આવ્યો સામે

ઇશા-આનંદ પીરામલનો લગ્ન મંડપમાં સાત ફેરા ફરતો વીડિયો આવ્યો સામે

 | 8:14 pm IST

ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરએ મુંબઇમાં તેમના ઘરે એન્ટીલિયા પર સંપન્ન થઇ ગયા. આખો દિવસ તેમના લગ્નની ખબરો અને તસીવરોથી ભરાયેલ રહ્યો. ઇશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં મોટી-મોટી હસ્તિઓ પહોંચી. અહિંયા સંગીત સેરેમની અને વર-વધુની મંડપમાં પહોંચવાની તસવીરો અને વીડિયો મીડિયામાં આવ્યા.

ઇશા અંબાણીએ પોતાના લગ્નમાં અબૂ જાની-સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કપડા પહેર્યાં હતાં પરંતુ તેમના લગ્નનું પાનેતર એક અલગ રીતે ખાસ હતું. ખરેખ ઇશાએ પોતાના લગ્નમાં તે સાડી પહેરી હતી, જે તેની માતા નીતા અંબાણીએ પોતાના લગ્નમાં પહેરી હતી.

ઇશા અંબાણીએ પોતાની માતા નીતા અંબાણીને સન્માન આપવા માટે તેમના લગ્નનું પાનેતર પહેરવાનો નિર્ણય કર્યો હતો. ઇશા મા નીતાની લગ્નની સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન