isha-pre-wedding-at-to-bollywood-number-nita-ambani-dances-with-akash-and-anant-ambani
  • Home
  • Featured
  • VIDEO : નીતા અંબાણીએ દીકરાઓ સાથે આપ્યુ જોરદાર પર્ફોમન્સ, મુકેશ અંબાણીએ લગાવ્યા ઠુમકા

VIDEO : નીતા અંબાણીએ દીકરાઓ સાથે આપ્યુ જોરદાર પર્ફોમન્સ, મુકેશ અંબાણીએ લગાવ્યા ઠુમકા

 | 9:29 am IST

દેશનાં સૌથી મોટા ઉદ્યાગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની ઉદયપુરમાં ચાલી રહી છે. તેમાં ઉપસ્થિત થવા બોલીવુડ, ક્રિકેટ અને રાજનીતિની હસ્તીઓ પહેલાં જ પહોંચી ચુક્યા છે. રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં બોલીવુડના સિતારાઓ તેમજ અંબાણીના તમામ સભ્યોએ શાનદાર પરર્ફોમ કર્યુ હતુ. પુત્રીની પ્રી-વેડિંગ સેરેમનીમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ડાન્સ કર્યો હતો. નીતા અંબાણીએ આ ખાસ મોકા પર બને પુત્ર આકાશ અને અનંત સાથે ડાન્સ કર્યો હતો. અંબાણી પરિવારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.
પુત્રો સાથે માહી વે પર ડાન્સ કર્યો નીતા અંબાણીએ સંગીત સમારોહની શરૂઆતમાં બંનેએ ડાન્સ કર્યો હતો. નીતા અંબાણીએ બંને પુત્રો સાથે કલ હો ન હો ગીત પર ડાન્સ કર્યો હતો. સંગીત સેરેમનીમાં ઈશા અંબાણીએ પિન્ક કલરનો લહેંગો પહેર્યો હતો. તો આનંદ પીરામલે ગોલ્ડન કલરની શેરવાની પહેરી હતી. આકાશ અંબાણીએ તેની મંગેતર શ્લોકા સાથે શાનદાર પર્ફોમ કરી મહેફિલમાં રંગ જમાવ્યો હતો.