Ishaan Khatter stranded in a no-parking zone bike park
  • Home
  • Entertainment
  • Bollywood
  • નો-પાર્કિંગ જોનમાં બાઇક પાર્ક કરી ખરાબ રીતે ફસાયો અભિનેતા – જુઓ Video

નો-પાર્કિંગ જોનમાં બાઇક પાર્ક કરી ખરાબ રીતે ફસાયો અભિનેતા – જુઓ Video

 | 1:53 pm IST

બોલીવુડમાં થોડાક સમય પહેલા જ ડેબ્યુ કરનાર ઇશાન ખટ્ટર ગયા અઠવાડિયે તેની બાઇક લઇને મુંબઇ ફરવા નીકળ્યો પરંતુ તે ત્યારે મુશ્કેલમાં ફસાઇ ગયોય જ્યારે ટ્રાફિક પોલીસે તેની બાઇક ઉઠાવી લીધી. ઇશાન ખાસ કરીને તેની બાઇક પર મુંબઇમાં ફરતો જોવા મળે છે. તેને રવિવારે નો પાર્કંમાં કરી દીધી હતી.

નો-પાર્કિંગ જોનમાં ઇશાનની બાઇકને ટ્રાફિક પોલીસે ઉઠાવી રિપોર્ટ્સની માનીએ તો બાઇક છોડાવવા માટે ઇશાનને 500 રૂપિયાનું ચલાન ભરવું પડ્યું. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકો છો કે ઇશાન એક રેસ્ટોરન્ટની બહાર નીકળી રહ્યો છે અને તેને જોયું કે તેની બાઇકને ઉઠાવીને લઇ ગયા. જોકે, બાદમાં ઇશાનની બાઇક પરત મળી ગઇ.

જોકે, આ પ્રથમ વખત નથી કે કોઇ બોલીવુડ સેલિબ્રિટી મુશ્કેલમાં ફસાયા હોય. આ પહેલા સારા અલી ખાન પણ બાઇક પર હેલ્મેટ વગર બેસેલી જોવા મળી હતી. તે સિવાય વરુણ ધવન પણ તેની એક ફેનની સાથે કારની નજીક સેલ્ફી લેતો જોવા મળ્યો હતો . તે બાદ તેને ચલાન ભરવું પડ્યું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો ઇશાન આ પહેલા ‘બિયોન્ડ ધ ક્લાઉડ’ અને ‘ધડક’માં જોવા મળ્યો હતો. આ બન્નેની ફિલ્મોમાં તેનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન