Ishan Khattar went to see child of shahid meera at hospital with Mom
  • Home
  • Featured
  • Photos: શાહિદ-મીરાનાં દીકરાને જોવા મા સાથે હૉસ્પિટલ પહોંચ્યો ઈશાન

Photos: શાહિદ-મીરાનાં દીકરાને જોવા મા સાથે હૉસ્પિટલ પહોંચ્યો ઈશાન

 | 10:38 am IST

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર બુધવારે પિતા બન્યો છે. શાહિદ કપૂર હવે દીકરાનો પિતા બન્યો છે. બુધવારે મીરાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શાહિદ-મીરાનાં ઘરે આવેલા નાનકડા મહેમાન વિશે સમાચાર મળતા જ તેના ઘરવાળા હૉસ્પિટલ પહોંચ્યા હતા. શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર પોતાની મા નીલિમા અજીમ સાથે હૉસ્પિટલ પહોંચ્યો હતો. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે દીકરો અને મા બંને સ્વસ્થ છે.

દીકરો થયાની જાણકારી આપતા જ સોશિયલ મીડિયા પર મીરા અને શાહિદને અભિનંદન મળવા લાગ્યા હતા. શાહિદને મીશા નામની દીકરી પણ છે.