Ishan Kishan got a chance in T20 World Cup
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • T20 વર્લ્ડ કપમા ઈશાન કિશનને મળ્યો ચાન્સ, આ ખેલાડીનું કપાયું પત્તું

T20 વર્લ્ડ કપમા ઈશાન કિશનને મળ્યો ચાન્સ, આ ખેલાડીનું કપાયું પત્તું

 | 3:14 pm IST
  • Share

IPL 2021 સમાપ્ત થતાં જ UAEમાં T20 વર્લ્ડ કપ શરૂ થશે. વર્લ્ડ કપ 2021 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં 15 સભ્યોની ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ઈશાન કિશનનું પણ નામ આવે છે.

T20 વર્લ્ડ કપ 2021 માટે પસંદગીકારોએ શિખર ધવનની જગ્યાએ 23 વર્ષના યુવા બેટ્સમેન ઇશાન કિશનને સ્થાન આપવાનું વધુ યોગ્ય માન્યું. આશ્ચર્યની વાત એ છે કે કિશને માત્ર 3 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી છે અને તેનું ડેબ્યુ પણ આ વર્ષે થયું હતું.

જણાવી દઈએ કે ઈશાન કિશને T20 અને વનડે ડેબ્યૂમાં આવતાની સાથે જ અડધી સદી ફટકારી હતી. એટલું જ નહીં તે ગયા વર્ષે UAE માં રમાયેલી IPL માં મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો. આવી સ્થિતિમાં પસંદગીકારોએ તેને સ્થાન આપવું યોગ્ય માન્યું.

ઇશાન કિશને અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી

જ્યારે ઈશાન 12 વર્ષનો હતો ત્યારે તેને આગળ રમવા માટે રાંચી શિફ્ટ થવું પડ્યું. અહીં ઈશાનને રાંચીમાં જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સેલની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સેલે તેને રહેવા માટે એક ક્વાર્ટર આપ્યું હતું. જેમાં તેની સાથે અન્ય ચાર વરિષ્ઠ ક્રિકેટરો પણ રહેતા હતા. આ દરમિયાન ઇશાનને રસોઇ કેવી રીતે કરવી તે ખબર નહોતી. આ કારણોસર તે વાસણો ધોવાનું અને પાણી ભરવાનું કામ કરતો હતો અને ઘણી વખત ઇશાનને ભૂખ્યા પેટ પર સૂવું પડતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન