Ishan Kishan's strong contender for Team India's playing XI in T20 World Cup
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપમાં ઇશાનની મજબૂત દાવેદારી બાદ આ ખેલાડીનું પત્તુ કપાશે?

ટી-20 વર્લ્ડકપમાં ઇશાનની મજબૂત દાવેદારી બાદ આ ખેલાડીનું પત્તુ કપાશે?

 | 6:40 pm IST
  • Share

  • ટીમ ઇન્ડિયામાં ઇશાન કિશનનું સ્થાન ફાઇનલ
  • સૂર્યકુમાર માટે ઇશાન બનશે મુસીબત
  • વોર્મ-અપ મેચમાં ઇશાન કિશનનું શાનદાર પ્રદર્શન

વિરાટ કોહલીની કેપ્ટનશીપવાલી ટીમ ઇન્ડિયાએ ટી-20 વર્લ્ડકપની પોતાની પ્રથમ વોર્મ-અપ મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું. જણાવી દઇએ કે, આ ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન વિરૂદ્ધ 24 ઓક્ટોબરે છે. વોર્મ-અપ મેચોથી એક વાત તો સ્પષ્ટ થઇ ગઇ છે કે ટીમની પ્લેઇંગ ઇલેવન આ મેચોને જોઇને જ પસંદ કરવામાં આવશે અને ઇશાન કિશન આ ટીમમાં પસંદગી પામવા માટે મુખ્ય દાવેદારી રજૂ કરી રહ્યો છે.

આ ખેલાડી માટે મુસીબત

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગ કરતા ઇશાન કિશને 46 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી, જેમા 7 ચોગ્ગા અને 3 સિક્સર સામેલ હતી. ઇશાને કેએલ રાહુલ સાથે ઓપનિંગ કરતા ટીમ ઇન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. વર્લ્ડકપમાં ઇશાન ઓપનિંગ તો નહીં કરી શકે કરણ કે તે સ્થાન પહેલાથી જ કેએલ રાહુલ અને રોહિત શર્મા માટે રિઝર્વ છે.

ટી-20 વર્લ્ડકપ સૂર્યકુમાર યાદવ

ઇશાન કિશન ટીમમાં સૂર્યકુમાર યાદવ માટે મુસીબત ઉભી કરી શકે છે. ચોથા નંબર પર હવે ઇશાન કિશને પોતાનું સ્થાન ફાઇનલ કરી લીધુ છે. આ પાછળ સૌથી મોટું કારણ એ છે કે, સૂર્યકુમાર યાદવનું નંબર 4 પર પ્રદર્શન સાધારણ રહ્યું છે. એક ખરાબ આઇપીએલ બાદ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વોર્મ-અપ મેચમાં પણ સૂર્યકુમાર માત્ર 8 રન જ બનાવી શક્યો. તેની આ ઇનિંગના કારણે ટીમ ઇન્ડિયાને હારનો સામનો પણ કરવો પડી શક્તો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો