જુઓ ક્યાં પત્ની સાથે ફરવા નીકળ્યો ક્રિકેટર ઈશાંત શર્મા, શેર કર્યાં Photos - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • જુઓ ક્યાં પત્ની સાથે ફરવા નીકળ્યો ક્રિકેટર ઈશાંત શર્મા, શેર કર્યાં Photos

જુઓ ક્યાં પત્ની સાથે ફરવા નીકળ્યો ક્રિકેટર ઈશાંત શર્મા, શેર કર્યાં Photos

 | 6:48 pm IST

ભારતીય ટીમનો ઝડપી બોલર ઇશાંત શર્મા હાલમાં ક્રિકેટની દુનિયાથી દૂર પોતાની પત્ની પ્રતિમા સાથે સમય પસાર કરી રહ્યો છે. ઇશાંત શર્મા અને પ્રતિમા અત્યારે હિમાચલ પ્રદેશની હરિયાળી પહાડીઓનો આનંદ લઇ રહ્યા છે. બંનેએ સોશ્યલ મીડિયા દ્વારા આ વિશે જાણકારી આપી હતી. ઇશાંતે ઇન્સ્ટાગ્રામ પર પ્રતિમા સાથેની એક તસવીર શેર કરીને જણાવ્યું કે તેઓ હિમાચલ પ્રદેશની ધૌલાધર પર્વતમાળામાં છે. ઇશાંતે લખ્યું હતું કે, ‘ધૌલાધરનાં પહાડોની વચ્ચે પ્રતિમાની સાથે ચાની મજા માણી રહ્યો છું. આ ઘણો જ પ્રેમાળ અનુભવ છે.’ આ તસવીરમાં ઇશાંત અને તેની પત્ની બરફનાં પહાડોની વચ્ચે બેસીને ચાની ચૂસ્કી લઈ રહ્યા છે. ધૌલાધર પર્વતમાળા હિમાચલ પ્રદેશમાં આવેલી છે અને અહીંની સુંદરતા અદભુત છે. તો પ્રતીમાએ પણ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અને ફોટો શેર કર્યા છે.

પ્રતિમાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરોનું કોલાજ શેર કર્યું છે. આ તસવીરોમાં તે ઇશાંતની સાથે બરફની મજા માણતી જોવા મળી રહી છે. આ કોલાજમાં એક તસવીર એવી પણ છે જેમાં ઇશાંત અને પ્રતિમા અન્ય લોકો સાથે પણ જોવા મળી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે ઇશાંત શર્મા અને પ્રતિમાએ 10 ડિસેમ્બર 2016નાં રોજ લગ્ન કર્યા હતા.

ઇશાંતને આ વર્ષે IPLમાં કોઇ ખરીદદાર નથી મળ્યો, ત્યારબાદ ઇશાંત ઇંગ્લિશ કાઉન્ટી ટીમમાં રમવાની તૈયારી કરી રહ્યો છે. જો કે કાઉન્ટી ક્રિકેટમાં રમવાનો ઇશાંતનો પ્રસ્તાવ અત્યારે BCCI પાસે છે. અહેવાલ અનુસાર ઇશાંત 4 એપ્રિલથી 4 જુન સુધી કાઉન્ટી ક્રિકેટમાં રમશે.