ishqbaaaz actress additi gupta tests positive for coronavirus covid 19
  • Home
  • Entertainment
  • Bollywood
  • અરે બાપરે… આ ટીવી અભિનેત્રીને કોરોના રિપોર્ટ પોઝિટિવ, કહ્યું પતિ અને પરિવારના લોકોએ મને…

અરે બાપરે… આ ટીવી અભિનેત્રીને કોરોના રિપોર્ટ પોઝિટિવ, કહ્યું પતિ અને પરિવારના લોકોએ મને…

 | 1:51 pm IST

દેશામાં કોરાના વાયરસના કારણથી લોકડાઉન હવે ખોલવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોના વાયરસના કેસ સતત વધતા જઇ રહ્યા છે. ટીવી ઇન્ડસ્ટ્રી હોય કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી દરેક લોકો તેની ચપેટમાં આવી ચુક્યા છે. થોડાક દિવસ પહેલા અભિનેતા આમિરખાનના ઘરના 7 સ્ટાફ મેમ્બર્સ કોરોના સંક્રમિત નીકળ્યા આ વચ્ચે હવે ટીવી સીરિયલ ઇશ્કબાજ ફેમ અભિનેત્રી અદિતી ગુપ્તામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે.

આ વાતનો ખુલાસો અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં કર્યો છે. અદિતી ગુપ્તાએ કહ્યું જ્યારે મેં સુંઘવાની શક્તિ ઓછી થઇ ગઇ હતી તો પોતાને ક્વોરન્ટાઇન કરી લીધી. ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે હું કોરોના સંક્રમિત છું. મારી અંદર કોરોનાના કોઇપણ લક્ષણ ન હતા. મેં પોતાને ઘરમાં જ ક્વોરન્ટાઇન કરી લીધી. અદિતીએ કહ્યું કે ગત એક અઠવાડિયાથી પોતાને રૂમમાં બંધ કરી દીધી છે.

View this post on Instagram

Mood : Gin N Tonic 🍸 Who is with me??

A post shared by Additi Gupta Chopra (@additigupta) on

અદિતી કહે છે કે મને મારા પતિ, પરિવાર અને મિત્રોનો સપોર્ટ મળ્યો મારી સુંઘવાની શક્તિ પાછી આવી ગઇ છે. હું આગામી 10 દિવસ માટે મને પોતાને ક્વોરન્ટાઇન રાખીશ. હું બરાબર જમી રહી છું અને દવાઓ પણ લઇ રહી છું. હું એવુ કહેવા માંગુ છું કે પેનિક ન થાઓ। કોઇનાથી પણ આ અંગે વાત કરવાથી શરમાવવું ન જોઇએ.

જણાવી દઇએ કે અદિતી ગુપ્તા ટીવી સીરિયલ ઇશ્કબાજમાં નજરે પડી હતી. આ પહેલા કરણ જોહરના ઘરના સ્ટાફ અને બોની કપૂરના ઘરમાં કામ કરનારા સ્ટાફ કોરોના પોઝિટિવ મળ્યા હતા.

 

આ પણ જુઓ  : PMની જાહેરાત બાદ રાજ્ય સરકારની કવાયત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન