iskcon temple violently attacked by mob in bangladesh durga puja pandal attack
  • Home
  • Featured
  • બાંગ્લાદેશમાં હિંદુ મંદિરના હુમલા બાદ ઈસ્કોન મંદિરમાં તોડફોડ, અનેક ભક્તો ઘાયલ

બાંગ્લાદેશમાં હિંદુ મંદિરના હુમલા બાદ ઈસ્કોન મંદિરમાં તોડફોડ, અનેક ભક્તો ઘાયલ

 | 4:36 pm IST
  • Share

  • 200 જેટલા લોકોએ નોઆખલીના ઈસ્કોન મંદિર પર અચાનક હુમલો કર્યો
  • 25 વર્ષના ભક્ત પાર્થદાસનું થયું નિધન, અન્ય એક ભક્તની હાલત ગંભીર
  • અલ્પસંખ્યક લોકોને રક્ષણ આપવા આંતરરાષ્ટ્રિય સમુદાય આગળ આવે

નોઆખલી વિસ્તારમાં ભીડે ઈસ્કોન મંદિર પર અચાનકથી હુમલો કર્યો. આ સમયે મંદિર પરિસરમાં ખૂબ જ તોડફોડ કરવામાં આવી. પરંતુ આટલું કર્યા પછી પણ હુમલાવરો રોકાયા નથી અને તેઓએ ભક્તો સાથે મારપીટ કરવાનું શરૂ કર્યું. આ સિવાય મંદિરના પરિસરમાં પણ આગ લગાવીને મંદિરની સંપત્તિને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

દુર્ગાપૂજા પંડાલમાં હુમલા બાદ ઈસ્કોન મંદિર પર હુમલો

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલમાં હુમલા બાદ કટ્ટરપંથીઓએ ઈસ્કોન મંદિર પર પણ હુમલો કર્યો છે. મંદિરમાં તોડફોડ સાથે શ્રદ્ધાળુઓ સાથે મારપીટ કરી અને અનેક ભક્તો ઘાયલ થયા છે. નવરાત્રિમાં દુર્ગા પૂજા પંડાલમાં હુમલા અને તોડફોડ ચાલુ હતી તે ચાલી રહ્યું છે. અમદાવાદના ઈસ્કોન મંદિરના પ્રેસિડન્ટ કલાનાથજીનું કહેવું છે કે સમગ્ર ઘટના 15મીએ 3.30એ નોઆખલીમાં બની અને તેમાં 200 જેટલા લોકોએ અચાનક રીતે હુમલો કર્યો. મંદિરની પ્રોપર્ટીને બાળી, તોડફોડ કરીને લૂંટ કરી છે. જેના કારણે મોટું નુકસાન થયું છે. સાથે જ અમારા ભક્તો પણ ઈજાગ્રસ્ત થયા છે. 25 વર્ષના ભક્ત પાર્થદાસ છે તેમનું મોત થયું છે અને મંદિર પાસેના તળાવમાંથી બોડી મળી. ઈજાગ્રસ્ત ભક્ત નિમય દાસ જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ વસ્તુ થઈ એ પછી આંતરરાષ્ટ્રિય સમુદાયને વિનંતી છે કે અલ્પસંખ્યક લોકોને રક્ષણ આપવા આગળ આવે અને બાંગ્લાદેશની સરકાર ઘટનાને લઈને યોગ્ય પગલા લે.

 બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

ઘટના બાદ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે તેઓએ કહ્યું કે હિંદુ મંદિરો અને દુર્ગા પંડાલમાં હુમલા કરનારાને છોડવામાં આવશે નહીં.  ઈસ્કોન મંદિર પર હુમલો કરનારાઓએ જ દુર્ગા પૂજા પંડાલ પર હુમલો કર્યો અને તોડફોડ કરી. હુમલામાં અનેક ભક્તો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી શેખ હસીનાએ હુમલા બાદ ભારતને સલાહ આપતા કહ્યું કે ભારતમાં એવું કોઈ કામ ન થાય જેની કિંમત અલ્પસંખ્યક હિન્દુઓને ભોગવવી પડે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો