Islamic State claims 'Hind Province' in Kashmir
  • Home
  • World
  • ઈસ્લામિક સ્ટેટનો સનસનાટીપૂર્ણ દાવો- ભારતમાં બનાવ્યું ‘વિલાયાહ ઓફ હિંદ’ પ્રાંત

ઈસ્લામિક સ્ટેટનો સનસનાટીપૂર્ણ દાવો- ભારતમાં બનાવ્યું ‘વિલાયાહ ઓફ હિંદ’ પ્રાંત

 | 8:56 pm IST

ખુંખાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે ભારતને લઈ એક સનસનીખેજ દાવો કર્યો છે. ISએ કહ્યું છે કે, ભારતમાં પ્રથમ વખત ‘પ્રાંત’ બનાવવામાં તેને સફળતા મળી છે. ન્યુઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે કાશ્મીરમાં અથડામણ બાદ આ દાવો કરાયો છે. આ અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે, જેનો સંબંધ આઈએસ સાથે હતો.

આઈએલ એમાર ન્યુઝ એજન્સીએ નવા પ્રાંતનું નામ ‘વિલાયાહ ઓફ હિંદ’ જણાવ્યું છે. નિવેદનમાં દાવો કરાયો છે કે, કાશ્મીરના શોપિયાં જિલ્લાના અમશીપોરામાં આઈએસએ ભારતીય જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પણ એક પોલીસ પ્રવક્તાએ આ દાવાનું ખંડન કર્યું છે. જો કે, આઈએસએ માન્યું કે, શુક્રવારે ઈશ્ફાક અહમદ સોફી નામના આતંકવાદીને એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે.

ભારતમાં નવા પ્રાંતની ઘોષણા બાદ આઈએસ ફરીથી ઊભું થયું છે તેમ દેખાઈ રહ્યું છે. એપ્રિલમાં ઈરાક અને સીરિયામાંથી આઈએસનું રાજ ખતમ થઈ ગયું હતું. પણ હાલમાં જ, શ્રીલંકામાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો, જેમાં 253 લોકોનાં મોત નિપજ્યા હતા.

ભારતીય સેના સાથેના અથડામણમાં ઠાર મરાયેલ આતંકી સોફી એક દશકથી વધુ સમય સુધી કાશ્મીરના આતંકી સંગઠનો સાથે કામ કરી રહ્યો છે. બાદમાં તે ઈસ્લામિક સ્ટેટમાં સામેલ થઈ ગયો હતો. આ જાણકારી એક સૈન્ય અધિકારીએ આપી હતી. આ ઉપરાંત આઈએસથી સહાનુભૂતિ રાખનાર શ્રીનગરના એક મેગેઝિનને પણ સોફીને ઈન્ટરવ્યુ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન