NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઇસનેર અને ઝવેરેવ રોમ ઓપનની સેમિફાઇનલમાં

ઇસનેર અને ઝવેરેવ રોમ ઓપનની સેમિફાઇનલમાં

 | 2:35 am IST

રોમ, તા. ૧૯

અમેરિકાના જ્હોન ઇસનેરે રોમ ઓપનમાં ઊલટફેર કરતાં છઠ્ઠા ક્રમાંકિત ક્રોએશિયાના મારિન સિલિકને ત્રણ સેટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૭-૬, ૨-૬, ૭-૬થી પરાજય આપી રોમ ઓપનના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જર્મનીના ૧૬મા ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝવેરેવે પણ મેજર અપસેટ સર્જતાં કેનેડાના મિલોસ રાઓનિકને ૭-૬, ૬-૧થી હરાવી અંતિમ ચારમાં જગ્યા બનાવી હતી. બંને હવે સેમિફાઇનલમાં ટકરાશે.

મહિલા વિભાગમાં છઠ્ઠી ક્રમાંકિત સિમોના હાલેપે ક્લે કોર્ટ પર પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતાં એસ્ટોનિયાની એનેટ કોન્ટાવેટને ૬-૨, ૬-૪થી સીધા સેટમાં હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બંને વચ્ચે એક કલાક ૨૦ મિનિટ સુધી મેચ ચાલી હતી. સેમિફાઇનલમાં હાલેપનો સામનો નેધરલેન્ડ્સની કિકી બર્ટેન્સ સામે થશે. બર્ટેન્સે ઓસ્ટ્રેલિયાની ક્વોલિફાયર ખેલાડી દારિયા ગેવરિલોવાને ૬-૩, ૬-૩થી હરાવી હતી.

;