Israel Claims 'Excellent' Coronavirus Vaccine in Hand
  • Home
  • Corona
  • ઇઝરાયલે કોરોનાના ખાત્મા માટે ‘ચમત્કારિક’ રસી બનાવી દીધાનો કર્યો દાવો

ઇઝરાયલે કોરોનાના ખાત્મા માટે ‘ચમત્કારિક’ રસી બનાવી દીધાનો કર્યો દાવો

 | 12:21 pm IST

ઇઝરાયલે ગુરૂવારના રોજ દાવો કર્યો કે તેમણે કોરોના વાયરસની વિરૂદ્ધ એક ‘જાદુઇ અસર’ કરતી રસીને બનાવી લીધી છે. ઇઝરાયલે કહ્યું કે હજુ તેને હ્યુમન પર ટ્રાયલ માટે સરકારની મંજૂરી લેવી પડશે. આ રસીનું શરદકાલીન રજાઓ બાદ પરીક્ષણ શરૂ કરી દેવાશે. ઇઝરાયલના રક્ષા મંત્રી બેન ગાંટઝ એ ઇઝરાયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજીકલ રિસર્ચની મુલાકાત બાદ આ રસી અંગેની માહિતી આપી.

ઇન્સ્ટિટ્યૂટના ડાયરેકટર પ્રોફેસર શેમુઅલ શાપિરા એ તેમને આ નવી ઇઝરાયલી રસી અંગે આ માહિતી આપી. ઇઝરાયલના રક્ષા અને વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદન રજૂ કરીને કહ્યું કે એક ખૂબ જ શાનદાર રસી હની ગઇ છે અને હ્યુમન પર ટ્રાયલ માટે પ્રક્રિયા ચાલુ છે. અમે શરદકાલીન રજાઓ બાદ આ રસીનું માણસો પર ટ્રાયલ શરૂ કરીશું. જો કે આ રસી હવે બનીને આપણા હાથમાં આવી ગઇ છે.

અમને અમારી નવી રસી પર ગર્વ છે: શાપિરા

શાપિરાએ કહ્યુંકે તેમને પોતાની રસી પર ગર્વ છે. આ નિવેદનમાં એ નથી કહ્યું કે કયાં સુધીમાં રસીનો ઉપયોગ થઇ શકશે. આની પહેલાં મે મહિનામાં ઇઝરાયલના રક્ષા મંત્રી નફતાલી બેન્નેટે દાવો કર્યો હતો કે દેશના ડિફેન્સ બાયોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટે કોરોના વાયરસની રસી બનાવી લીધી છે. તેમણેકહ્યું કે ઇન્સ્ટિટ્યૂટએ કોરોના વાયરસના એન્ટીબોડીને તૈયાર કરવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

ઇઝરાયલના પીએમ નેતન્યાહૂના કાર્યાલયની અંતર્ગત ચાલતી ખૂબ જ ગોપનીય ઇઝરાયલ ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજીકલ રીસર્ચના દોર બાદ બેન્નેટ એ આ જાહેરાત કરી હતી. રક્ષા મંત્રીના મતે આ એન્ટીબોડી મોનોક્લોનલ રીતે કોરોના વાયરસ પર પ્રહારો કરે છે અને બીમાર લોકોના શરીરની અંદર જ કોરોના વાયરસનો ખાત્મો કરી દે છે.

આ વીડિયો પણ જુઓ : ભારત બાદ અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન