Israel Embassy Wishes To India : 'Tere Jaisa Yaar Kahan'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઇઝરાયલે ભારતને ખાસ અંદાજમાં કહ્યું, – તેરે જૈસા યાર કહાં…

ઇઝરાયલે ભારતને ખાસ અંદાજમાં કહ્યું, – તેરે જૈસા યાર કહાં…

 | 3:05 pm IST
  • Share

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે દોસ્તાના સંબંધ જગજાહેર છે. આ દોસ્તીને ભારતમાં ઇઝરાયલના દૂતાવાસે બોલિવુડના અંદાજમાં સેલિબ્રેટ કરી છે. ઇઝરાયલના દૂતાવાસના હેન્ડલ પરથી બોલિવુડ ફિલ્મના પ્રખ્યાત ફ્રેન્ડશીપ ગીત – ‘તેરે જૈસા યાર કહાં’ની ધૂન પર બંને દેશોની મિત્રતાના સંબંધ દેખાડ્યા છે. તો અમેરિકન દૂતાવાસે પણ ભારતને ફ્રેન્ડશીપની અભિનંદન પાઠવ્યા છે.

…પ્રોટોકોલ તોડી પહોંચી ગયા હતા નેતન્યાહૂ

નેતન્યાહૂ અને પીએમ મોદીની વચ્ચે ઘણા સમયથી સારા સંબંધ રહ્યા છે. બંને નેતા એકબીજા માટે દોસ્તીનો ઇઝહાર કરતાં ખચકાતા નથી. પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસ પર નેતન્યાહૂ પ્રોટોકોલ તોડીને તેમને રિસીવ કરવા પહોંચી ગયા હતા. ઇઝરાયલે આવું સ્વાગત પહેલાં માત્ર અમેરિકન રાષ્ટ્રપતિ અને ઇસાઇ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂ પોપ માટે જ કર્યું હતું.

ટ્વીટ કર્યો દોસ્તીનો વીડિયો

ઇઝરાયલના ટ્વીટમાં ઉષ્માભરી ફ્રેન્ડશીપની એક ઝલક દેખાઇ. ટ્વીટ કરતા વીડિયોમાં બંને નેતાઓની મુલાકાતોની ઝલક છે. સાથો સાથ કોરોના વાયરસની મહામારીની વિરૂદ્ધ સાથે લડવાની પ્રતિબદ્ધતા પણ જોવા મળી. તેમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આઇકોનિક ફિલ્મ ‘યારાના’નું ગીત ‘તેરે જૈસા યાર કહાં’ પણ છે. તો અમેરિકાના દૂતાવાસે પણ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીની તસવીર શેર કરીને ફ્રેન્ડશિપ ડે પર વિશ કર્યું છે.

જૂની છે આ દોસ્તી

નેતન્યાહૂ અને પીએમ મોદીની વચ્ચેની દોસ્તી ખૂબ જૂની છે. 2019મા નેતન્યાહૂ ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોડાયા હતા એ સમયે પણ દેશમાં ઠેર-ઠેર પીએમ મોદી સાથેના તેમના મોટા-મોટા હોર્ડિંગ્સ જોવા મળ્યા હતા. જ્યારે ભારતમાં ભાજપની સરકાર બની ત્યારે પણ નેતન્યાહૂ એ ટ્વીટ કરી પોતાના ‘મિત્ર’ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. કોરોના વાયરસ સામેની લડાઇમાં પણ ઇઝરાયલ અને ભારત એક સાથે ઉભા છે. ભારતે ઇઝરાયલને હાઇડ્રોક્લોરોક્વાઇન મોકલી તો નેતન્યાહૂ એ ટ્વીટ કરી મોદીને ધન્યવાદ કહ્યું હતું.

આ વીડિયો પણ જુઓ : UPના કેબિનેટ મંત્રીનું કોરોનાથી મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન