Israel PM Benjamin Netanyahu Diwali Wishes To Pm Modi And India In Hindi
  • Home
  • Featured
  • ઈઝરાઈલના PMએ ભારતવાસીઓને હિંન્દીમાં પાઠવી શુભેચ્છા, મોદીએ આપ્યો જવાબ

ઈઝરાઈલના PMએ ભારતવાસીઓને હિંન્દીમાં પાઠવી શુભેચ્છા, મોદીએ આપ્યો જવાબ

 | 9:39 am IST

ઈઝરાઈલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહૂને ભારતવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ નેતાન્યાહુએ પોતાના ખાસ મિત્ર નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો છે. નોંધવા જેવી વાત એ છે કે નેતાન્યાહૂએ ભારતવાસીઓને હિંન્દીમાં દિવાળીની શુભેચ્છા પાઠવી છે.

સાથે જ નેતાન્યાહૂએ ભારતવાસીઓને એવુ પણ પુછ્યું છે કે તેઓ ક્યાં ક્યાં દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યાં છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાન્યાહૂને ઈઝરાયેલની હિબ્રૂ ભાષામાં જવાબ આપ્યો હતો.

આજે ભારત આખુ પરંપરાગત અને ભારે હર્ષોલ્લાસ સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યું છે. એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. આવી જ એક શુભેચ્છા ઈઝરાઈલથી આવી છે. અને તે પણ હિંન્દી ભાષામાં. આ શુભેચ્છા ઈઝરાઈલના વડાપ્રધાન બેંઝામિન નેતાન્યાહૂએ પાઠવી છે. તેમણે હિન્દી અને ઈંગ્લિશ એમ બંને ભાષામાં ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી હતી.

હિન્દી ભાષામાં ટ્વિટ કરતા તેમણે લખ્યું હતું કે – ‘ઈઝરાઈલના લોકો તરફથી, હું મારા ખાસ મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. પ્રકાશના આ ચમકદાર તહેવારે તમને ખુશી અને સમૃદ્ધિ મળે. અમને ખુબ જ આનંદ થશે જો તમે આ ટ્વિટનો જવાબ એ શહેરના નામથી આપો જ્યાં તમે આ તહેવાર ઉજવી રહ્યાં છો. જવાબમાં લોકો નેતાન્યાહૂનો આભાર માની રહ્યાં છે અને સાથોસાથ જ્યાંથી તેઓ દિવાળી ઉજવી રહ્યાં છે જગ્યાનું નામ પણ જણાવી રહ્યાં છે.’

નેતાન્યાહૂને જવાબ આપતા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે – ‘બીબી, મારા મિત્ર. દિવાળીની શુભકામનાઓ બદલ ખુબ ખુબ આભાર. હું દર વર્ષે દિવાળીની ઉજવણી સરહદી વિસ્તારોમાં જઈને કરૂ છું અને અમારા સૈનિકોને જઈને મળુ છું. આ વર્ષે પણ હું બહાદુર સૈનિકો સાથે સમય ગાળીશ. તમારી સાથે આવતી કાલે અહીંના ફોટા શેર કરીશ’

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ મોદી આ વખતે કેદારનાથમાં દિવાળીની ઉજવણી કરશે. મોદી આજે કેદારનાથ પહોંચી પણ ગયા છે. દિવાળીના તહેવારે વડાપ્રધાન કેદારનાથમાં લગભગ 400 મીટર ઉંચી ધ્યાન ગુંફા (મેડીટેશન કેવ) સહિત અનેક નવી નવી ચીજોના દર્શન કરશે.