Israel will Always Stand with India on Fighting Against Terrorism
  • Home
  • World
  • આતંકવાદને ડામવા ઇઝરાયેલનું ભારતને ખુલ્લું સમર્થન

આતંકવાદને ડામવા ઇઝરાયેલનું ભારતને ખુલ્લું સમર્થન

 | 11:21 pm IST

પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઇઝરાયેલ આતંકવાદને ડામવા ભારતની પડખે ઉભા રહેવાની જાહેરાત કરી છે. ઇઝરાયલ આ બાબતે જણાવે છે કે ભારતને વિશેષ રીતે આતંકવાદ સામે લડવા માટે ઇઝરાયલ બિનશરતી મદદની જાહેરાત કરે છે અને તેની કોઇ સીમા નથી. ઇઝરાયલેનું આ આશ્વાસન આ વધતી માંગની ભારત સરકાર માટે આતંકવાદી હુમલાઓને પહોંચી વળવાની ઇઝરાયેલી પદ્ધતી અંગે વિચાર કરશે.

ભારતમાં ઇઝરાયેલનાં નવનિયુક્ત રાજદુત ડૉ. રોન મલકાની ટીપ્પણી એક સવાલના જવાબમાં આવી કે તેમનો દેશ આતંકવાદથી પીડિત ભારતની તમામ પ્રકારે મદદ કરવા માટે તૈયાર છે. ઇઝરાયેલ દ્વારા આ નિવેદન પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલા બાદ આપવામાં આવ્યું હતું. આ આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા.

આ આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા લેવામાં આવી હતી. આ આતંકવાદી હુમલા બાદ સરકાર પર આ આતંકવાદી હુમલા આતંકવાદની વિરુદ્ધ અભિયાન માટે ઇઝરાયેલ દ્વારા અપનાવવામાં આવતી પદ્ધતીનો ઉપયોગ કરવા પર જોર આપવાની માગ કરવામાં આવી રહી છે.

ઇઝરાયેલનાં નવનિયુક્ત રાજદુત ડૉ. રોન મલકાએ ગયા અઠવાડીયાની શરૂઆતમાં જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતને પોતાના સંરક્ષણ માટે અમે પોતાનાં નજીકના મિત્રો ભારતને ખાસ કરીને આતંકવાદની વિરુદ્ધ બચાવ કરવામાં મદદ કરવા માટે તૈયાર છે, કારણ કે આતંકવાદ વિશ્વની સમસ્યા છે, માત્ર ભારત અને ઇઝરાયેલની નથી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે વિશ્વને સહયોગ કરીને આતંકવાદ સામે લડવું જોઇએ અને તેને ખતમ કરવો જોઇએ. એટલા માટે અમે ભારતની મદદ કરવા માટે તૈયાર છીએ.