Israeli cyberattack caused Iran nuclear site fire, F35s and F-15
  • Home
  • Featured
  • ઈઝરાયેલનું વધુ એક પરાક્રમ, દુનિયા જોતી રહી ને ઈરાનમાં ઘુસીને પરમાણું ઠેકાણા કર્યા તબાહ

ઈઝરાયેલનું વધુ એક પરાક્રમ, દુનિયા જોતી રહી ને ઈરાનમાં ઘુસીને પરમાણું ઠેકાણા કર્યા તબાહ

 | 10:33 pm IST

ઇઝરાયેલ અને તેના કટ્ટર દુશ્મન ઇરાન વચ્ચેનો સાઇબર હુમલો ચરમસીમાએ પહોંચ્યો છે. ઇઝરાયેલે જોરદાર સાયબર હુમલો કરીને ઇરાનના પરમાણુ ઠેકાણાઓમાં બે વિસ્ફોટ કર્યાં હતા તેમાં એક યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર અને બીજો મિસાઇલ નિર્માણ કેન્દ્ર છે.

ઇઝરાયેલે પોતાના ઘાતક F-35 ફાઇટર જેટની મદદથી ઇરાનના ર્પિચન વિસ્તારમાં મિસાઇલ નિર્માણ સ્થળ પર હુમલો કરીને તેને બરબાદ કરી નાખ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર ઇઝરાયેલના સાઇબર હુમલાને કારણે ઇરાનના નતાંજ પરમાણુ સંવર્ધન કેન્દ્રમાં આગ લાગી હતી અને જોરદાર વિસ્ફોટ થયો હતો. આ કેન્દ્ર જમીનની અંદર બનાવાયું છે.

સૂત્રોના જણાવ્યાનુસાર આ ઇઝરાયેલી હુમલા બાદ હવે ઇરાનનો પરમાણુ કાર્યક્રમ બે મહિના પાછળ ચાલ્યો ગયો છે. ગત શુક્રવારે ઇઝરાયેલના F-15 સ્ટીલ્થ ફાઇટર જેટે ર્પિચન વિસ્તારમાં આવેલા ઇરાનના ઠેકાણા પર હુમલો કરીને બોંબમારો કર્યો હતો. ઇઝરાયેલે એવું જણાવ્યું છે કે ઇરાન પોતાના હથિયાર અને મિસાઇલમાં લગાતાર સુધારો કરી રહ્યો છે અને તે યહૂદીઓના વિરોધી હિઝબુલ્લાને સપ્લાય કરી રહ્યો છે.

જોકે ઇઝરાયેલે આ બન્ને હુમલાની પુષ્ટિ કરી નથી. આ પહેલા એવો રિપોર્ટ હતો કે ઇરાને એપ્રિલ મહિનામાં ઇઝરાયેલના પાણી સપ્લાયને હેક કરવાની કોશિશ કરી હતી. ઇરાનના આ હુમલાને ઇઝરાયેલ સાઇબર ડિફેન્સે નિષ્ફળ બનાવી દીધો હતો. જો ઇરાને તેના આ પ્રયાસમાં સફળ રહ્યું હોત તો પાણીની અંદર ક્લોરિનની માત્રા ખતરનાક હદે વધી જાત અને આખા દેશમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હોત.

આ વીડિયો પણ જુઓ : કોલેજની પરીક્ષાઓને લઈને મહત્વના સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન