Israeli PM Benjamin Netanyahu Canceled His India Visit
  • Home
  • Featured
  • ઇઝરાયલનાં PM નેતન્યાહૂએ 5 દિવસ પહેલા જ રદ્દ કરી ભારત યાત્રા, આપ્યું આ મોટું કારણ

ઇઝરાયલનાં PM નેતન્યાહૂએ 5 દિવસ પહેલા જ રદ્દ કરી ભારત યાત્રા, આપ્યું આ મોટું કારણ

 | 3:52 pm IST

ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂ ભારતનાં પ્રવાસે આવવાનાં હતા. ઇઝરાયલમાં 17 સપ્ટેમ્બરનાં સામાન્ય ચૂંટણી છે. આ દરમિયાન કહેવામાં આવી રહ્યું હતુ કે તેમની આ ભારત મુલાકાત ઘણી જ મહત્વની હશે. જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે ઇઝરાયલનાં પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂએ પોતાની ભારત યાત્રાને રદ્દ કરી દીધી છે. પોતાની ભારત યાત્રાનાં 5 દિવસ પહેલા નેતન્યાહૂએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને ઇઝરાયલમાં ચૂંટણીનાં કારણે યાત્રાને રદ્દ કરી હોવાનાં સમાચાર આપ્યા.

ઇઝરાયલની સંસદ ‘નેસેટે’ દેશમાં ફરી ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો

હવે નેતન્યાહૂ ચૂંટણી બાદ ભારત આવશે. ઇઝરાયલમાં 17 સપ્ટેમ્બરનાં ચૂંટણી થવાની છે. નેતન્યાહૂ સૌથી લાંબા સમય સુધી ઇઝરાયલનાં પ્રધાનમંત્રી રહેનારા નેતા છે. મેમાં થયેલી સામાન્ય ચૂંટણીનાં પરિણામોમાં તેમને પડકાર મળ્યો હતો અને તેઓ સરકાર બનાવવામાં અસફળ રહ્યા હતા. નેતન્યાહૂ ગઠબંધન નહોતુ બનાવી શક્યા. ત્યારબાદ ઇઝરાયલની સંસદ ‘નેસેટે’ દેશમાં ફરી ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો. આ કારણે અહીં ફરી ચૂંટણી કરાવવામાં આવી રહી છે.

પીએમ મોદી અને નેતન્યાહૂ ખાસ મિત્ર છે

ભારત અને ઇઝરાયલનાં સંબંધ ઘણા સારા છે. પીએમ મોદી અને બેંઝામિન નેતન્યાહૂ ઘણા નજીકનાં મિત્ર છે. બંને દેશોનાં અત્યારનાં વર્ષોમાં આર્થિક, સૈન્ય, વ્યૂહાત્મક સંબંધ ઘણા ઊંચા સ્તર પર પહોંચી ગયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ 2019 લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી, ત્યારે વૈશ્વિક નેતાઓમાં સૌથી પહેલા બેંઝામિન નેતન્યાહૂએ જ તેમને અભિનંદન આપ્યા હતા.

ઇઝરાયલમાં મોટા બેનરો પર નેતન્યાહૂ સાથે પીએમ મોદી જોવા મળ્યા

ઇઝરાયલમાં ચૂંટણી પહેલા એક બેનર ઘણું જ વાયરલ થયું. બેનરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સમકક્ષ બેંઝામિન નેતન્યાહૂ સાથે જોવા મળી રહ્યા હતા. ઇઝરાયલનાં પત્રકાર અમીચાઈ સ્ટેને આ બેનરની તસવીર પોસ્ટ કરી હતી. આ બેનર એક બિલ્ડિંગની બહાર લગાવવામાં આવ્યું હતુ. આ પ્રકારનાં બે અન્ય બેનર્સ પણ એ જ બિલ્ડિંગ પર લગાવવામાં આવ્યા. આના પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નેતન્યાહૂ સાથેની તસવીર હતી. આ તસવીરનાં કેપ્શનમાં સ્ટેને લખ્યું હતુ, ‘નેતન્યાહૂની ચૂંટણી જાહેરાત. પુતિન, ટ્રમ્પ અને મોદી.’

આ વિડીયો પણ જુઓ: કચ્છ માંડવીના પ્રખ્યાત ચિત્રકારે ગૌરીપુત્રને રિઝવવા અનોખી સાધના શરુ કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન