ISRO Chandrayaan-2 Chandrayaan-3 Launching Satellite Lander and Rover With Advanced Technology!
  • Home
  • Featured
  • ઇસરોના સાહસને નતમસ્તક કરવાનું થશે મન, જો લેન્ડર સાથે સંપર્ક નહીં થાય તો ચંદ્રયાન-3માં…

ઇસરોના સાહસને નતમસ્તક કરવાનું થશે મન, જો લેન્ડર સાથે સંપર્ક નહીં થાય તો ચંદ્રયાન-3માં…

 | 8:59 am IST

ઇસરો (Indian Space Research Organisation – ISRO)ના વૈજ્ઞાનિક સતત ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર હાજર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો સંપર્ક સાંધવામાં લાગ્યા છે. જો કે ચંદ્રની સપાટી પર વિક્રમના લેન્ડિંગ બાદથી અત્યાર સુધીમાં 6 દિવસ વીતી ગયા છે. પરંતુ તેની સાથે કોઇ સંપર્ક થઇ શકયો નથી. ઇસરોના વૈજ્ઞાનિકોના પ્રયાસ રંગ લાવી રહ્યા નથી. તેમ છતાંય ઇસરો તેમના વૈજ્ઞાનિકો અને દેશની પ્રજાએ આશા છોડી નથી. વૈજ્ઞાનિક પ્રયાસ કરી રહ્યા છે કે સંપર્ક થઇ જાય અને લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે વૈજ્ઞાનિક સફળ થઇ જાય. જોઇએ છીએ કે લોકોની પ્રાર્થના અને વૈજ્ઞાનિકોનો પ્રયાસ કેટલો સફળ થાય છે.

આપણા વૈજ્ઞાનિક હાર્યા નથી. બસ જીતની ખુશી તેમના હાથથી નીકળીને થોડાંક સમય માટે આગળ નીકળી ગઇ છે. જો વિક્રમ લન્ડર સાથે સંપર્ક ના થયો તો શું થશે…આ પ્રશ્ન બધાના મનમાં ઉદ્ભવે છે. આવો..આપને જણાવીએ કે જો કોઇપણ રીતે ઇસરોના વૈજ્ઞાનિક વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરી શકતા નથી તો ભવિષ્યની શું યોજના છે.

ચંદ્રયાન-3મા મોકલાશે અપગ્રેડેડ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર

ઇસરોના વિશ્વસનીય સૂત્રોએ કહ્યું કે ઇસરોએ એ વાત પર વિચારવાનું શરૂ કરી દીધું છે કે જો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક નહીં થાય તો વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનું અપગ્રેડેડ એટલે કે આધુનિક વર્ઝન ચંદ્રયાન-3મા મોકલાશે. ચંદ્રયાન-3મા જનાર લેન્ડર અને રોવરમાં વધુ શ્રેષ્ઠ સેંસર્સ, તાકતવર કેમેરા, અત્યાધુનિક નિયંત્રણ પ્રણાલી અને વધુ તાકતવર કોમ્યુનિકેશન સિસ્ટમ લગાવામાં આવશે. એવું પણ કહેવાય છે કે ચંદ્રયાન-3ના તમામ ભાગમાં બ્રેકઅપ કોમ્યુનિકેશન સિસ્ટમ લગાવી શકે છે જેથી કરીને કોઇપણ પ્રકારની અનહોની થવા પર બ્રેકઅપ કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરી શકાય.

જાપાન આપી શકે છે ચંદ્રયાન-3મા ભારતનો સાથ

એવું કહેવાય છે કે ભારતીય સ્પેસ એજન્સી ઇસરોના ચંદ્રયાન-3 મિશનમાં જાપાનની અંતરિક્ષ એજન્સી જાક્સા (JAXA) પણ મદદ કરે. તેના માટે તેઓ પોતાના સૌથી તાકતવર રોકેટ એચ-3નો ઉપયોગ કરશે. જો કે હજુ આ રોકેટ બની રહ્યું છે. આ મિશન માટે ભારત લેન્ડર અને ઑર્બિટર આપશે અને જાપાન રોકેડ અને રોવરની સુવિધા આપી શકશે. આથી આશા છે કે જાપાનના તાકતવર રોકેટના લીધે ચંદ્રયાન-3 ટૂંક સમયમાં જ ચાંદ પર પહોંચશે.

ચંદ્રયાન-2માંથી મળેલા આંકાડાઓના આધાર પર નક્કી થશે ચંદ્રયાન-3 મિશન

હજુ ઇસરોમાં ચંદ્રયાન-3 અંગે તૈયારીઓને લઇ કોઇ ચર્ચા નથી. પરંતુ એ સ્પષ્ટ થઇ ચૂકયું છે કે ચંદ્રયાન-2માંથી મળેલા આંકડાના આધાર પર જ ચંદ્રયાન-3 મિશન પૂરું કરાશે. ચંદ્રયાન-3ની સંભવિત તારીખ 2024 હતી પરંતુ હવે લાગી રહ્યું છે કે આ મિશનમાં થોડું મોડું થઇ શકે છે. એવું પણ બની શકે છે કે ઇસરો બીજી અંતરિક્ષ એજન્સીઓને પેલોડ્સ બનાવા માટે કહે.

આ વીડિયો પણ જુઓ – પોરબંદર શહેરમાં વરસાદી પાણી ભરાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન