NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • જૂનમાં ઇસરો ‘ભારેખમ’ 640 ટનનો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકશે,

જૂનમાં ઇસરો ‘ભારેખમ’ 640 ટનનો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકશે,

 | 4:24 pm IST

દક્ષિણ એશિયા ઉપગ્રહના સફળ પ્રક્ષેપણથી ઉત્સાહિત ભારતીય અવકાશ સંસ્થા આગામી જૂનમાં પોતાના મોટા રોકેટ જીએસએલવી માર્ક -૩ દ્વારા અત્યાર સુધીમાં વજનદાર ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકશે.

દક્ષિણ એશિયા ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ બાદ ઇસરો તેના દ્વારા નિર્મિત અત્યાર સુધીના સૌથી વજનદાર રોકેટ જીએસએલવી માર્ક -૩ને અવકાશમાં મોકલવા માટે તૈયારી કરી રહ્યું છે. આ રોકેટનું વજન 640 ટન છે. આ રોકેટની ખાસિયત છે કે રોકેટનું મુખ્ય ક્રાયોજેનિક એન્જિન પણ ભારતમાં જ ઇસરોના ઇજનેરોએ વિકસાવ્યું છે. વિક્રમ સારાભાઇ અંતરિક્ષ કેન્દ્રના નિર્દેશક કે. સિવને જણાવ્યું હતું કે, અમારી 12 વર્ષોની મહેનત આવતાં મહિને રંગ લાવશે. જીએસએલવી માર્ક-૩ દ્વા સંદેશાવ્યવહાર ઉપગ્રહ જીસેટ-19ને શ્રીહરિકોટાથી જૂનમાં છોડવા માટે તૈયારી ચાલી રહી છે.

સિવને કહ્યું હતું કે, તમામ અધિકારીઓ આ પ્રક્ષેપણ અભિયાનની સફળતાને લઇને આત્મવિશ્વાસથી ભરેલા છે. તેના માટે સ્ટ્રેપ ઓન મોટર અને મુખ્ય એન્જિન જોડાઇ ગયા છે. રોકેટના પ્રક્ષેપણમાં થયેલા વિલંબ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ એક નવું રોકેટ છે, આ માટે અમે પ્રક્ષેપણ પહેલાં પર્યાપ્ત તપાસ કરી લેવા માગીએ છીએ. એ કારણથી થોડો વિલંબ થઇ રહ્યો છે.
જીએસએલવી માર્ક-૩ 4 ટનનો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકવા સક્ષમ

પહેલા આ રોકેટ મેનાં અંતમાં છોડાવાનું હતું. સિવનના મતે જૂનના પહેલાંઅઠવાડિયામાં જીએસએલવી માર્ક -૩ પોતાનું પહેલું અવકાશ પ્રસ્થાન કરશે. રોકેટની સાથે અવકાશમાં તરતો મુકાનારો સંદેશા વ્યવહાર ઉપગ્રહ જીસેટ -19 લગભગ 3.2 ટન વજનનો છે. આ કોઇ પણ સ્વર્નિિમત રોકેટથી છોડાનારો સૌથી વધુ વજનનો ઉપગ્રહ છે. પ્રક્ષેપણ માટે જીસેટ-૧૯ શ્રીહરિકોટા પહોંચી ગયો છે. સિવને કહ્યું હતું કે, આ રોકેટની ક્ષમતા 4 ટન સુધીના વજનના ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવાની છે. તેની ડિઝાઇન એ રીતે બનાવી છે.