ISRO Moon Mission Chandrayaan-2 Vikram Lander Evening No Hope For Contact
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2ના સૌથી મોટા સમાચાર, ચંદ્ર પર સૂરજ ઢળવાની શરૂઆત, ISROનો વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક…

ચંદ્રયાન-2ના સૌથી મોટા સમાચાર, ચંદ્ર પર સૂરજ ઢળવાની શરૂઆત, ISROનો વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક…

 | 9:35 am IST

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન – ISROના વૈજ્ઞાનિક હજુ પણ પોતાના બીજા મૂન મિશન ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવામાં લાગ્યા છે. ઇસરોની મદદ માટે અમેરિકન અંતરિક્ષ એજન્સી NASA પણ પોતાના ડીપ સ્પેસ નેટવર્કના ત્રણ સેન્ટર્સથી સતત ચંદ્રયાન-2 ઑર્બિટર અને લેન્ડર સાથે સંપર્ક બનાવામાં લાગેલું છે. આ ત્રણ સેન્ટર્સ છે – સ્પેનના મેડ્રિડ, અમેરિકાના કેલિફોર્નિયાના ગોલ્ડસ્ટોન અને ઑસ્ટ્રેલિયાના કેનબરા. આ ત્રણેય જગ્યાઓ પર લાગેલા તાકતવર એન્ટિના ચંદ્રયાન-2ના ઑર્બિટરથી તો સંપર્ક સાંધી શકે છે, પરંતુ વિક્રમ લેન્ડરને મોકલેલા સંદેશાનો કોઇ જવાબ આવી રહ્યા નથી.

7મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે 1.50 વાગ્યાની આસપાસ વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પડ્યું હતું. જે સમયે ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચાંદ પર પડ્યું એ સમયે ત્યાં સવાર હતી. એટલે કે સૂરજની રોશની ચંદ્ર પર પડવાનું શરૂ થઇ ગયું હતું. ચંદ્રનો આખો દિવસ એટલે કે સૂર્યની રોશનીવાળો પૃથ્વીના 14 દિવસ બરાબર થાય છે. એટલે કે 20 કે 21મી સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર રાત પડી જશે. 14 દિવસ કામ કરનાર મિશનને લઇ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરના મિશનનો ટાઇમ પૂરો થઇ જશે. આજે 16મી સપ્ટેમ્બર એટલે કે ચંદ્ર પર 20-21 સપ્ટેમ્બરના રોજ પડનાર રાત્રિથી થોડાંક કલાકોનો સમય બાકી. એટલે કે ચંદ્ર પર સાંજ પડવાનું શરૂ થઇ ચૂકયું છે.

NASAએ કહ્યું- અમારું મિશન તસવીરો તો લેશે, પરંતુ તસવીરો ધૂંધળી આવી શકે છે
મીડિયા સાથે વાત કરનાર નાસાના લુનર રિકૉનસેંસ ઓર્બિટર (LRO)ના પ્રોજેક્ટ સાયન્ટિસ નોઆ.ઇ-પેત્રોએ કહ્યું કે ચંદ્ર પર સાંજ પડવા લાગી છે. અમારો LRO વિક્રમ લેન્ડરની તસવીરો તો લેશે, પંરતુ એ વાતની ગેરંટી નથી કે તસવીરો સ્પષ્ટ આવશે, તેમને અમે ભારતીય અંતરિક્ષ એજન્સી સાથે શેર કરીશું.

સાંજ પડવાનો મતલબ, વિક્રમ લેન્ડર સાથે સંપર્કની આશા ખૂબ ઓછી

જો 20-21 સપ્ટેમ્બરના રોજ કોઇપણ રીતે ઇસરો અને દુનિયાભરની બીજી એજન્સીઓના વૈજ્ઞાનિક વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવામાં સફળ થઇ ગયા તો ઠીક, નહીં તો એ માની શકાય છે કે ફરીથી વિક્રમથી સંપર્ક કરવો કોઇ ચમત્કારથી ઓછો થશે નહીં. કારણ કે ચાંદ પર શરૂ થઇ જશે રાત, જે પૃથ્વીના 14 દિવસની બરાબર હશે. ચંદ્રના આ ભાગમાં સૂર્યની રોશની પડશે નહીં, જ્યાં વિક્રમ લેન્ડર છે. તાપમાન ઘટીને -183 ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે. આ તાપમાનમાં વિક્રમ લેન્ડરના ઇલેક્ટ્રોનિક ભાગ પોતાને જીવિત રાખી શકશે એ કહેવું મુશ્કેલ છે. આથી વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થશે નહીં.

વિક્રમ સાથે સંપર્ક થાય કે ના થાય, ઇસરોના નામ પર 6 ઉપલબ્ધિઓ નોંધાઇ ચૂકી છે

કહેવાય છે કે વિજ્ઞાનમાં સફળતા અને નિષ્ફળતા હોતી નથી. માત્ર પ્રયોગ થાય છે અને દરેક પ્રયોગમાંથી નવું શીખવા મળી રહ્યું છે જેથી કરીને નેકસ્ટ પ્રયોગ વધુ શ્રેષ્ઠ થઇ શકે. ઇસરોનું ચંદ્રયાન-2 મૂન મિશન પણ ઇસરો વૈજ્ઞાનિકો માટે ઘણું બધું શીખનાર પ્રયોગ સાબિત થયો છે. કેટલીય વસ્તુઓ પહેલી વખત થઇ. કેટલીય ટેકનોલોજી પહેલી વખત વિકસિત કરાઇ. અંતરિક્ષમાં કક્ષા બદલવા દરમ્યાન નક્કી ગતિ અને નક્કી અંતરમાં વધુ આગળ વધશે. એટલે કે શ્રેષ્ઠ ઑર્બિટ મેન્યુવરિંગ કરાયું. આથી ચંદ્રયાન-2ના ઇંધણને બચાવામાં મદદ મળશે. ઇસરોના નામે 6 ઉપલબ્ધિઓ નોંધાય ચૂકી છે. આ છે ઇસરો – પહેલી વખત બનાવ્યું લેન્ડર અને રોવર, પહેલી વખત કોઇ કુદરતી ઉપગ્રહ પર લેન્ડર-રોવર મોકલ્યું, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલી વખત મોકલાયું મિશન, પહેલી વખત કોઇ સેલેસ્ટિયલ બૉડી પર લેન્ડર કરવાન તકનીક વિકસિત કરી, પહેલી વખત લેન્ડર-રોવર-ઑર્બિટરને એકસાથે લૉન્ચ કરાયા અને ખાસ પ્રકારના કેમેરા અને સેન્સર બનાવાયા.

આ વીડિયો પણ જુઓ – સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થઈ ‘સરકારી બેદરકારી’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન