the issue of ahmedabad karnavati name wa rehearsed the statement of nitin patel
  • Home
  • Ahmedabad
  • અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાના મુદ્દે નીતિન પટેલે આપ્યું આ નિવેદન

અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાના મુદ્દે નીતિન પટેલે આપ્યું આ નિવેદન

 | 8:00 pm IST

રામ મંદિરના નિર્માણને લઇને સમગ્ર દેશમાં વિવાદ છેડાયેલો છે. જ્યારે આજે રામનગરી આયોધ્યા દિવડાઓથી સજાવવામાં આવી હતી. જ્યારે આ વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મોટી જાહેરાત કરી છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ CM યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરવાની જાહેરાત કરી છે.

વર્ષો બાદ યુપીમાં બહુમતીથી ચૂંટાયેલી ભાજપ સરકારે એક ઝાટકે ફૈજાબાદનું નામ અયોધ્યા કર્યુ અને અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી દીધુ છે. પરંતુ ગુજરાતમાં બે દશકથી વધુ સમયથી રાજ કરતી ભાજપની સરકારે હજુ અમદાવાદનું નામ કર્ણાવતી નથી કરી શકી. ફૈઝાબાદનું અયોધ્યા કરતા ફરી એકવાર અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માગ ઉઠી છે.

અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા મુદ્દે ડે.સીએમએ મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પ્રજામાં અગાઉ પણ કર્ણાવતી નામ રાખવાની લાગણી હતી. પ્રજાના મનમાં કર્ણાવતી નામ વસેલુ જ છે તેવું નીતિન પટેલે જણાવ્યું હતુ.