It can easily his US Ships works to counter sanctions : Iran
  • Home
  • Featured
  • ઈરાનની ખુલ્લી ધમકી, અમારી મિસાઈલોના નિશાને અમેરિકી યુદ્ધ જહાજો

ઈરાનની ખુલ્લી ધમકી, અમારી મિસાઈલોના નિશાને અમેરિકી યુદ્ધ જહાજો

 | 12:03 pm IST

અમેરિકા અને ઈરાન વચ્ચે સંબંધ સંબંધો વધુને વધુ વણસી રહ્યાં છે. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સંબંધો પર કહી ચુક્યાં છે કે, અમેરિકા યુદ્ધની દિશામાં આગળ નથી વધી રહ્યું. પરંતુ આ દરમિયાન ભુરાયા થયેલા ઈરાને પણ અમેરિકાને ખુલ્લી ધમકી આપી દીધી છે.

જ્યારથી અમેરિકાએ 2015ની પરમાણું સંધી ફગાવી દઈને નવા પ્રતિબંધો લાદ્યા છે ત્યારથી અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. તેમાં પણ અમેરિકાએ જ્યારથી ભારત અને ચીન સહિતના દુનિયાના આઠ દેશોને પણ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ના ખરીદવાની ધમકી આપી છે ત્યારથી ઈરાન સાથેના સંબંધો એકદમ નિચલી સપાટીએ જતા રહ્યાં છે.

અમેરિકાએ તેના બે જંગી યુદ્ધ જહાજો ઈરાન તરફ રવાના કરી દીધા છે. સાથે જ 1 લાખ 20 હજાર જેટલા સૈનિકો પણ ખાડી દેશોમાં મોકલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ બાબત યુદ્ધની આગવી તૈયારીઓ તરીકે જોવામાં આવી રહી છે.

જવાબમાં ઈરાની પણ આકરા તેવર દાખવ્યા છે. ફોર્સ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશંરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ના ડેપ્યુટી કમાંડર સલેહ જોકરે કહ્યું હતું કે, અમારી ટૂંકા અંતર સુધી પ્રહાર કરવામાં સક્ષમ મિસાઈલો પણ અમેરિકાના યુદ્ધ જહાજોને ખાડી દેશોમાં ખુબ જ સરળતાથી નિશાન બનાવી શકે છે.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અમેરિકા હવે વધુ એક નવા યુદ્ધનો ભાર ખમી શકે તેમ નથી. સામાજીક અને માનવ સંસાધનો બાબતે અમેરિકાની સ્થિતિ ખુબ જ ખરાબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન