ઘટે છે દુઃખ-દર્દનો અહેસાસ - Sandesh

ઘટે છે દુઃખ-દર્દનો અહેસાસ

 | 12:31 am IST

હેલ્થ ટોક :  મમતા પંડયા

પોતાના ખરેખર પોતાના જ હોય છે. ને, એટલે જ તો તેમની તસવીર જોવા માત્રથી દુઃખ-દર્દના અહેસાસમાં ભારે ઘટાડો આવી જાય છે. કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના મનોવૈજ્ઞાાનિક એમઆરઆઈ સ્કેનના જણાવ્યા અનુસાર, પ્યારના ચક્કરમાં પડેલા અનેક યુવક-યુવતીઓના દુઃખ-દર્દ પર તેમના  પ્રેમી (યુવક/યુવતી)ની તસવીરની અંદર આંક્યા બાદ એ નિર્ણય પર પહોંચ્યા છે. તસવીર જોયા પછી બધાં જ પ્રેમીઓના મસ્તકના એ ભાગમાં હલચલ ઘટવા લાગે છે, જેનાથી દુઃખ-દર્દના ચિહ્નો પેદા થયા હોય છે. શોધકર્તા જાર્ડ યંગરે અધ્યયનમાં સામેલ બધાં જ પ્રેમીઓને વિભિન્ન સ્તરનું દુઃખ દર્દ આપ્યું. પછી તેમને તેમના પ્રેમી (યુવક/યુવતી)ની તસવીર બતાવી. એ દરમિયાન સ્કેનના જણાવ્યા અનુસાર, બધી સહભાગી થનાર વ્યક્તિઓના મસ્તકમાં ચાલનારી ગતિવિધિઓ પર સૂક્ષ્મ નજર રાખવામાં આવી. પ્રેમિકાની તસવીર જોયા પછી સહભાગીઓના દુઃખ-દર્દમાં ૩૬થી ૪૪ ટકા સુધીનો ઘટાડો નોંધાયો. ભયંકર દુઃખ-દર્દનો સામનો કરી રહેલા પ્રેમીઓની તકલીફમાં પણ ૧૩ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. એ પણ ત્યારે, જ્યારે આ બધાને કોઈ પણ પ્રકારની દર્દનિવારક દવાઓ ખવડાવાઈ ન હોતી. કોઈ સ્વજનની કે પોતાની વ્યક્તિની તસવીર જોવાથી મસ્તકના ‘ન્યૂક્લિઅસ એક્યૂમબેંસ’ ભાગમાં સક્રિયતા વધવા લાગે છે. આ ભાગ આત્મસંતુષ્ટિનો ભાવ જગાડે છે. સાથે જ શરીરમાં સંદેશો પહોંચાડે છે કે દર્દમાંથી છુટકારો મેળવવા માટે પેઈન ક્લિર દવાઓ પર આધાર રાખવાની જરૂર જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન