IT Department Raids Mayawati's Former Secy Netram
  • Home
  • Featured
  • ધનકુબેર રિટાયર્ડ IAS અધિકારીનો અખૂટ સંપત્તિ ભંડાર, 1 પેનની કિંમત જાણી ચક્કર આવી જશે!

ધનકુબેર રિટાયર્ડ IAS અધિકારીનો અખૂટ સંપત્તિ ભંડાર, 1 પેનની કિંમત જાણી ચક્કર આવી જશે!

 | 3:59 pm IST

બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીના સચિવ રહેલા રિટાયર્ડ IAS નેતરામના ઘર પર જ્યારે ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા તો અધિકારીઓના હોશ ઉડી ગયા. દરોડામાં 200 કરોડથી વધુની સંપત્તિ સહિત એટલી મોંઘી વસ્તુનો સામાન મળ્યો છે કે ખુદ ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીઓને વિશ્વાસ થતો નહોતો.

દરોડામાં એક ડાયરી પણ ઇન્કમ ટેક્સ વિભાગના હાથ લાગી છે. તેની અંદર 250 કરોડની સંપત્તિની માહિતી છે. સૌને ચોંકાવનારી વાત તો એ છે કે એક 50 લાખની કિંમતવાળી એક મોંટ બ્લાંક પેન પણ ળી છે.

આ સિવાય શેલ કંપનીઓના કાગળિયા પણ ઇન્કમ ટેક્સ વિભાગના હાથ લાગ્યા છે. સૂત્રોના મતે નેતરામે 95 કરોડ રૂપિયાના નકલી શેર કેપિટલ દ્વારા છ પ્રોપર્ટી પણ ખરીદી છે. જેમાંથી એક દિલ્હીની લુટિન્સ ઝોનમાં કેજી માર્ગ અને બીજી દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તાર જીકે-1મા આવેલ છે.

એટલું જ નહીં એક સંપત્તિ મુંબઇ અને ત્રણ કોલકત્તામાં પણ મળી છે. ઇનકમ ટેક્સ વિભાગની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. સૂત્રોનું કહેવું છે કે કેટલીય સંપત્તિઓનો હજુ ખુલાસો થયો નથી. તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ તેના અંગે પણ માહિતી સામે આવશે.

ઉલ્લેખનીય છે કે નેતરામ બસપા અધ્યક્ષ માયાવતીના નજીક મનાય છે. જ્યારે માયાવતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે નેતરામનો ડંકો વાગતો હતો.

કહેવાય તો એમ પણ છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં તો બસપાની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ આની પહેલાં જ તેમના ઘર પર આઇટી વિભાગના દરોડા પાડી દીધા.

ઉલ્લેખનીય છેક ે 1979ની બેચના IAS નેતરામ તત્કાલીન મુખ્યમંત્રીના પ્રમુખ સચિવ રહેવાની સાથો સાથ કેટલાંય મહત્વપૂર્ણ પદો પર રહ્યા છે. તેમની ગણતરી બસપા સરકારમાં ખૂબ જ તાકતવર ઓફિસરોમાં કરાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન